શાહનું ‘૫૦ વર્ષ રાજ’ નિવેદન ફાસીવાદી વિચારધારા જેવુ છે

શાહનુ આ નિવેદન આરએસએસ અને તેમની પાર્ટી ભાજપની વિચારધારાને પ્રગટ કરે છે : ગહેલોત
By: admin   PUBLISHED: Thu, 13 Sep 2018 00:03:29 +0530 | UPDATED: Thu, 13 Sep 2018 00:03:29 +0530

કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે કર્યા પ્રહાર

કોંગ્રેસના વરીષ્ઠ નેતા અશોક ગહેલોતે ભાજપ અધ્યક્ષ અમિત શાહના એ નિવેદનની ટિકા કરી છે જેમાં તેમણે જણાવ્યુ હતું કે જો પાર્ટી ૨૦૧૯ની ચુંટણી જીતી જશે તો તેને આગામી ૫૦ વર્ષ સુધી કોઈ નહીં હરાવી શકે. ગહેલોતના જણાવ્યા મુજબ, અમિત શાહનુ આ નિવેદન ભાજપની ફાસીવાદી વિચારધારાને દર્શાવે છે.

ગહેલોતે શાહના આ નિવેદન અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, શાહે કહ્યુ કે આગામી ચુટણી જીતી જશે તો ૫૦ વર્ષ સુધી તેઓ જ રાજ કરશે. આજ તો આરોપ લગાવી રહ્યા છીએ અમે તેમના પર. ગહેલોતે જણાવ્યુ કે, ભાજપને લોકતંત્ર પર વિશ્વાસ નથી. વધુ એક ચુંટણી જીતી જાઓ અને પછી બંધારણ અને કાયદાની ઐસી કી તૈસી કરી દો. લાગે એમ કે લોકોએ વોટ આપ્યા, જેવુ ચીનમાં થાય છે, રશિયામાં થાય છે અને હવે તમે ૫૦ વર્ષ સુધી રાજ કરો.

પૂર્વ મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યુ કે, શાહે પોતાના આ નિવેદનથી પાર્ટીની ફાસીવાદી વિચારધારા પ્રગટ કરી છે. ગહેલોતે જણાવ્યુ કે, આ મારો ખૂબ જ ગંભીર આરોપ છે કે ભાજપ અધ્યક્ષે પોતાની પાર્ટી તથા આરએસએસની વિચારધારાને જાણે અજાણે લોકો સમક્ષ રજુ કરી દીધી છે. મહત્વનુ છે કે, અમિત શાહે હાલમાં જ દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બાદ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા એ વાતને રીપીટ કરી હતી કે ૨૦૧૯ની ચુંટણી ભાજપના કાર્યકર્તા જીતી જશે તો આગામી ૫૦ વર્ષ સુધી પંચાયતથી સંસદ સુધી ભાજપને કોઈ હરાવી નહીં શકે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.