આખરે, 2.0ની રીલીઝની તારીખ જાહેર કરાઇ

અક્ષય કુમાર, રજનીકાંતની 2.0 રીલીઝ તારીખ જાહેર કરવામાં આવી હતી.
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 18:26:42 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 18:26:42 +0530


મુંબઇ

રજનીકાંત અને અક્ષય કુમાર અભિનિત ૨.૦ ભારતની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. જો કે અત્યાર સુધી અનેક કારણોસર ફિલ્મની રીલીઝ ડેટ પાછી ઠેલાતી આવી છે ત્યારે ફરી એકવાર ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરાઈ છે. જે મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષે ૨૯ નવેમ્બરના રોજ રીલીઝ થશે. આ પહેલા આ ફિલ્મ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં રીલીઝ થવાની હતી. ત્યારબાદ તેની રીલીઝ ડેટ ઓગસ્ટ સુધી પાછી ઠેલાઈ.

 ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં અક્ષય કુમારની મહત્વકાંક્ષી ફિલ્મ ગોલ્ડ રીલીઝ થવાની છે. જેને લઈને  ફરી ફિલ્મની રીલીઝ ડેટ પાછી ઠેલાઈ અને એક સમયે તો એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે આ ફિલ્મ ચાલુ વર્ષે રીલીઝ નહીં થાય.જો કે હવે ફિલ્મના નિર્માતાઓએ ઓફિશિયલ પોસ્ટર જાહેર કરી ફિલ્મ ૨૯ નવેમ્બર ૨૦૧૮ના રોજ રીલીઝ કરવાની જાહેરાત કરી છે.

૨.૦ ભારતની સૌથી મોંઘી ફિલ્મ છે અને રીલીઝમાં વિલંબના કારણે તેનો ખર્ચ સતત વધી રહ્યો છે.  આ ફિલ્મ  ભારતની સૌથી મોસ્ટ અવેઈટેડ ફિલ્મો પૈકીની એક છે. જેમાં રજનીકાંત ઉપરાંત અક્ષય કુમાર અભિનય કરતો નજરે પડશે. સાયન્સ ફિક્શન આધારીત આ ફિલ્મનુ બજેટ કરોડો રુપિયા હોવાનુ જણાઈ રહી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.