Wednesday,19 September 2018,09:10:42

ભારત માટે 'ગોલ્ડન ડે',વિનસ,નીરજ,મનીકા અને સુમિતે જીત્યા ગોલ્ડ

ટેબલ ટેનિસ સિંગલમાં મનિકા બત્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો
By: Monika Vyas   PUBLISHED: Sat, 14 Apr 2018 18:14:28 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 18:14:28 +0530


ગોલ્ડકોસ્ટ

કોમનવેલ્થ ગેમ્સનો ૧૦મો દિવસ ભારત માટે ગોલ્ડન દિવસ બની રહ્યો છે. આજે વહેલી સવારે જ ભારતીય ખેલાડીઓએ ૮ ગોલ્ડ, ૩ સિલ્વર  અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવી લીધા છે.  આજે એથ્લેટ વિભાગમાં ભારતે પોતાનો પ્રથમ મેડલ જીત્યો હતો. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નિરજ ચોપડાએ ૮૬.૪૭ મીટર ભાલો ફેંકી ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. આ ઉપરાંત પુરુષોની ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં સંજીવ રાજપુતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેણે ફાઈનલમાં ૫૫૪.૫ પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. જ્યારે ૪૪૮.૪ પોઈન્ટ સાથે કેનેડાના ગર્જેગાર્જને સિલ્વર અને ૪૪૧.૨ પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડના ડીન બેલેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.

ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં ભારતની મનિકા બત્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં તેણે સિંગાપુરની મૈગયુ યુને એક તરફી મેચમાં ૧૧-૭, ૧૧-૬, ૧૧-૨, ૧૧-૭થી હરાવી હતી.  

ભારતની વિનસ ફોગટે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની ૧૨૫ કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં ભારતના સુમિત મલિકે ગોલ્ડ જીત્યો હતો. ફાઈનલમાં તેણે પાકિસ્તાનના તૈયબ રાજાને ૧૦-૪થી પરાજય આપ્યો હતો.  મહિલાઓની ફ્રી સ્ટાઈલ ૫૦ કિલોગ્રામ વર્ગ કુસ્તીમાં વિનસે કેનેડાની જેસીકા મૈકડોનાલ્ડને ૧૩-૩થી હરાવી હતી, આ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે પુરુષોની ફ્રી સ્ટાઈલ કુસ્તીના સ્પર્ધાના ૮૬ કિલોગ્રામ વર્ગમાં સોમવીરે બ્રોન્ઝ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં કેનેડાના એલેકજેંડર મુરેને ૭-૩થી પરાજય આપ્યો હતો. જ્યારે પહેલવાન સાક્ષી મલિકને મહિલાઓની ફ્રીસ્ટાઈલ ૬૨ કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં બ્રોન્ઝ મળ્યો છે. તેણે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ન્યુઝિલેન્ડની ટેલર ફોર્ડને ૬-૫થી પરાજય આપ્યો હતો.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.