Wednesday,19 September 2018,09:08:03

15 વર્ષના અનિશે સૌથી નાની વયે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો,તેજસ્વી-પુનિયાએ પણ જીત્યાં ગોલ્ડ

અનિશ ભાનવાલાએ શુટિંગમાં ગોલ્ડ જીત્યો
By: Monika Vyas   PUBLISHED: Fri, 13 Apr 2018 13:53:01 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 16:19:24 +0530

ગોલ્ડ કોસ્ટ

કોમનવેલ્થ ગેમ્સના ૯માં દિવસની શરુઆત ભારત માટે શાનદાર રહી છે. દિવસની શરુઆતમાં શુટિંગમાં ભારતને બે ગોલ્ડ મેડલ મળ્યા છે. હરીયાણાના ૧૫ વર્ષીય અનિશ ભાનવાલાએ પુરુષોની ૨૫ મીટર રેપીડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં અનીશે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ તોડતા ૩૦ પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે ૨૮ પોઈન્ટ સાથે આ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાના સર્જઈ ઈવગ્લેવસ્કીએ સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ૧૭ પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડના સૈમ ગોવિને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

15 વર્ષીય અનીશ ભારતના સૌથી યુવા ગોલ્ડ મેડલિસ્ટ બની ગયો  છે

CWG 2018માં શુક્રવારે સવારે ભારતના ખાતે વધુ ગોલ્ડ મેડલ્સ ઉમેરાયા છે. 65 kg ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં બજરંગ પુનિયાએ દેશ માટે ગોલ્ડ જીત્યો છે.

આ પહેલા મહિલાઓની ૫૦ મીટર રાઈફલ-૩ પોઝિશનમાં ૩૭ વર્ષીય તેજસ્વી સાવંતે ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યુ હતું. જ્યારે અંજુ મેદગીલે આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. ફાઈનલમાં તેજસ્વીનીએ કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ તોડતા ૪૫૭.૯ પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે અંજુમે ૪૫૫.૭ પોઈન્ટ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં સ્કોટલેન્ડની સિયોનાઈડ મેકિનટોસે ૪૪૪.૬ પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં તેજસ્વીની સાવંતનો આ બીજા મેડલ છે.

આ પહેલા તેણે ૫૦ મીટર રાઈફલ પ્રોનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શુટિંગમાં એક જ દિવસે બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ આવતા દેશના રમત પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે.

કોમન વેલ્થ ગેઇમ્સમાં ભારતને આ સાથે જ 16 ગોલ્ડ મેડલ મળ્યાં છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.