જાણીતા કોમેડિયન સર કૈન ડોડનું નિધન થયુ

કોમેડીયન કૈન પોતાના સ્ટેન્ડ અપ શોના કારણે જાણીતા હતા
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 14:01:17 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 14:01:17 +0530

લોસ એંજલસ,

જાણીતા હાસ્ય અભિનેતા કૈન ડોડનુ ૯૦ વર્ષની વયે નિધન થયુ છે. પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાના બે દિવસ બાદ જ તેના નિધનના સમાચાર સામે આવ્યા છે. તેમના પ્રચારક રોબર્ટ હોમ્સે જણાવ્યુ હતું કે, સર કૈન ડોડે ૯ માર્ચના રોજ એની જોન્સ સાથે પોતાના જ ઘરે લગ્ન કર્યા હતા. તેઓ બન્ને આજ ઘરમાં આજીવન સાથે રહેતા હતા. જોકે, ત્યાં જ તેમનુ નિધન થયુ છે. કોમેડીયન કૈન પોતાના સ્ટેન્ડ અપ શોના કારણે જાણીતા હતા.


થોડા સમય પહેલા જ લીવરપુલની એક હાર્ટ હોસ્પિટલ ખાતે ૬ સપ્તાહ સુધી તેમની સારવાર ચાલી હતી. ચેસ્ટ ઈન્ફેક્શનની ફરીયાદ બાદ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે કૈનનુ સ્વાસ્થ્ય સારુ ન હોવાના કારણે આગામી શો રદ્દ કરાયા છે. ત્યારે તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ સમર્થકોમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. તેમજ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.