ચીન મુસ્લિમોના ઘરોની બહાર ઊઇ કોડ સિસ્ટમ લગાવી રહ્યુ છે

સરકારનુ આ પગલુ માનવ અધિકારના નિયમોના ઉલ્લંઘન, વર્ષોથી તે કરી રહ્યુ છે નિયમોનુ ઉલ્લંઘન:એચઆરડબ્લ્યુ
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:25:05 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:25:05 +0530

એચઆરડબ્લ્યુના રીપોર્ટમાં કરાયો દાવો

ચીન પોતાના ત્યાં રહેતા ઉઈગર મુસલમાનો પર બાજ નજર રાખવા માટે નવી રણનીતિ બનાવી છે. જે અંતર્ગત હવે ઉઈગર મુસલમાનોના ઘરની બહાર ક્યુઆર કોડ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. ચીન પર આ આરોપ હ્યુમન રાઈટ્‌સ વોચ (એચઆરડબ્લ્યુ) નામના સંગઠને પોતાના રીપોર્ટમાં લગાવ્યો છે. ચીન પહેલા પણ મુસ્લિમ બહુમતિવાળા વિસ્તાર શિનજિયાંગ પર કેટલીક કડક કાર્યવાહી કરી ચુક્યુ છે. જેમાં જબરદસ્તી અટકાયત, નવા નવા પ્રતિબંધ અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંદ સામેલ છે.

સંગઠનના રીપોર્ટ મુજબ, આવુ એ ઘરોમાં રહેતા લોકોની તરત ઓળખ મેળવવા માટે કરવામાં આવ્યુ છે. હવે અધિકારી કોઈ ઘરમાં ઘુસતા પહેલા ઘરના દરવાજા પર લાગેલ ડિવાઈઝને મોબાઈલથી સ્કેન કરે છે. એચઆરડબ્લ્યુની ચીનની ડાયરેક્ટર સોફી રીચર્ડસને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે, ચીની સરકાર માનવ અધિકાર પર હુમલો કરી રહી છે અને તેની ઘણા સમયથી અવગણના કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે, ચીની સરકાર માનવ અધિકારોનુ વર્ષોથી ઉલ્લંઘન કરી રહી છે.

જોકે, ચીની પ્રશાસને પોતાની સ્પષ્ટતામાં જણાવ્યુ કે, એ ડિવાઈઝની મદદથી વસ્તી ગણતરી નિયંત્રણ અને ઘરેઃગરે અપાતી સર્વિસમાં મદદ મળી રહી છે. મહત્વનુ છે કે આ પહેલા યુએનના એક રીપોર્ટમાં દાવો કરાયો હતો કે ચીને ૧૦ લાખ મુસલમાનોને ગુપ્ત શિબિરોમાં નજરકેદ કરી રાખ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.