ચીન પર ૨૦૦ અબજ ડોલરની ડ્યુટી લાદવા યુએસનો તખ્તો

ટ્રમ્પ પ્રરશાસન ચીનથી આયાત થતી ૨૦૦ અબજ ડોલરની વિવિધ વસ્તુ પર ૧૦ ટકા ડ્યુટી લાદે તેવી શક્યતા
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 00:28:06 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 02:43:38 +0530

સપ્ટેમ્બર પહેલા લેવાઈ શકે છે નિર્ણય

અમેરીકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ છે જે અટકવાનુ નામ જ નથી લઈ રહ્યુ છે. ત્યારે ફરી એકવાર અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનથી આયાત થતી વિવિધ ચીજવસ્તુઓ પર વધારાની ડ્યુટી લાદવાનો તખ્તો તૈયાર કર્યો છે, જેને લઈ દુનિયામાં ફરી ટ્રેડ વોરની ગતિવિધિઓમાં વધારો થયો છે. અમેરીકા ચીનથી આયાત થતી ૨૦૦ અબજ ડોલરની વિવિધ ચીજવસ્તુઓ પર ૧૦ ટકા ડ્યુટી લાદે તેવી શક્યતા છે.

માનવામાં આવી રહ્યુ છે કે આ ચીજવસ્તુઓ પર સપ્ટેમ્બર પહેલા ડ્યુટી લગાવવામાં આવી શકે છે. જેમાં ચીનથી આયાત થતી છ હજાર જેટલી ચીજવસ્તુ પર વધારાની આયાત ડ્યુટી લાદવામાં આવશે. કેટલીક ફૂડ પ્રોડક્ટ, ટોબેકો, કોલ, કેમિકલ્સ, કૂતરા અને બિલાડી માટેનુ ફૂડ, કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિવિઝનના પાટ્‌ર્સ પર વધારાની ડ્યુટી લાદવાની દરખાસ્ત કરી છે.

મહત્વનુ છે કે ગત સપ્તાહે જ ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટી તંત્રએ ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ૩૪ અબજ ડોલરની આયાત ડ્યુટી લાદી હતી. આપને જણાવી દઈએ કે અમેરીકા સ્થાનિક ઈકોનોમીને વધુ મજબુત કરવા તથા રોજગારીમાં વધારો થાય તે હેતુસર આયાત થતી ચીજવસ્તુઓ પર ડ્યુટી લાદી રહ્યુ છે. જોકે, ચીન પણ અમેરીકાના આ પગલા બાદ અમેરીકાથી આયાત થતી ચીજવસ્તુ પર ડ્યુટી લાદે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.