ચીનનો આક્ષેપ : ભારતનું ડ્રોન અમારી સરહદમાં ઘુસ્યુ

ભારત પર પોતાની સમપ્રભુતાનુ અપમાન કરવાનો ચીનનો આરોપ : જવાબી પગલાની ચીન દ્વારા અપાઈ ધમકી
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 15:11:50 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 15:11:50 +0530

ચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદ અટકવાનો નામ લઈ રહ્યો નથી. આજે ચીને વધુ એક દાવો કરતા જણાવ્યુ છે કે ભારતનુ એક ડ્રોન તેમના હવાઈ વિસ્તારમાં ઘુસી આવ્યુ હતું. આ અંગે ચીને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે. ખાસ કરીને આ મુદ્દો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આગામી ૧૧ ડિસેમ્બરે ચીનના વિદેશમંત્રી વાંગ યી ભારત પ્રવાસે આવી રહ્યા છે.

ચીનના વેસ્ટર્ન કમાન્ડ જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી હેડ ઝાંગ શુઈલીએ જણાવ્યુ હતું કે, ભારતના એક ડ્રોને તાજેતરમાં જ ચીનના એક હવાઈ વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી. સરહદ પર તૈનાત ચીની સૈનિકોએ પણ તેની પુષ્ટી કરી છે.

શુઈલીએ જણાવ્યુ છે કે, ભારતનુ આ પગલુ ચીનની સુરક્ષા અને સમપ્રભુતાના અપમાન સમાન છે.  અમે આ મામલે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ. ચીનની સમપ્રભુતાને સુરક્ષિત રાખવા અમે ગમે તે પગલુ લઈ શકીએ છીએ.

મહત્વનુ છે કે ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા છે. ગત નવેમ્બર મહિનામાં જ ભારતના અધિકારીઓએ બેજિંગમાં ભારત-ચીન મામલે ચીનના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે ભારત-ચીન સરહદ પર તમામ પક્ષોની સ્થિતિની સમીક્ષા અને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરવા માટે બન્ને દેશો સહમત થયા છે. જોકે, ચીન સતત ભારત પર આક્ષેપ કરતુ આવ્યુ છે. થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અરુણાચલપ્રદેશના પ્રવાસ સામે પણ ચીને વિરોધ નોંધાવ્યો હતો. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.