કૈલાશ માનસરોવરનો માર્ગ ખોલવા ચીને દર્શાવી તૈયારી

ચીને ભારતને કૈલાશ માનસરોવર યાત્રા માટેના નાથુલા ઘાટને ખોલવા વાતચીત માટે આમંત્રણ પાઠવ્યુ
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 22:26:59 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 22:26:59 +0530

ડોકલામ વિવાદ બાદ બંધ કરાયો હતો માર્ગ

ડોકલામ પર ભારત સામે પીછેહટ કર્યા બાદ ચીને હવે કૈલા માનસરોવર યાત્રા મામલે પણ નમતુ ઝોખવા તૈયારી દર્શાવી છે. ચીને કૈલાશ માનસરોવર માર્ગ ખોલવા માટે નાથુલા ઘાટ ખોલવા ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે. સિક્કીમના ડોકલામને લઈ ઉભા થયેલ વિવાદના કારણે ચીને કૈલાશ માનસરોવર માટેના નાથુલા ઘાટને બંધ કરી દીધો હતો. આ રુટ કૈલાશ માનસરોવર જવા માટે સૌથી સરળ અને સુવિધાજનક રુટ છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યુ હતું કે, ચીને કૈલાશ માનસરોવરના તીર્થયાત્રીઓને જરૂરી સુવિધા પુરી પાડવા ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તેમણે જણાવ્યુ હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે થયેલ સમજુતિ મુજબ ચીન ભારત સાથેના તમામ વિવાદ વાતચીતથી ઉકેલવા માંગે છે. અમે દર વર્ષે ભારતના યાત્રિકો માટે નાથુલા માર્ગ ખુલ્લો રાખીએ છીએ. પરંતુ ભારતે ખોટી રીતે અમારી સરહદમાં ઘુસણખોરી કરી, જેથી ન છુટકે અમારે આ માર્ગ બંધ કરવો પડ્યો હતો.

આ રસ્તો ડોકલામમાં ભારતની ઘુસણખોરીના કારણે બંધ કરાયો હતો. જોકે, હવે વિવાદ ઉકેલાઈ જતા ચીન આ માર્ગ શરુ કરવા અને તીર્થયાત્રીઓ સાથે જાડાયેલ અન્ય મુદ્દાઓ પર ભારત સાથે વાત કરવા તૈયાર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બ્રહ્મપુત્રા ડેમના ડેટા ભારત સાથે શેર ન કરવા મામલે જણાવ્યુ હતું કે આ વખતે ડેમનુ રીનોવેશન કામ ચાલી રહ્યુ છે. જેથી ડેટા ભારત સાથે શેર કરવામાં આવ્યા નથી.

 

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.