રાકેશ અસ્થાના વિરૂધ્ધ FIR રદ કરવાની પીટીશન કોર્ટે ફગાવી

સીબીઆઇના અધિકારી રાકેશ અસ્થાના સામે સીબીઆઇમાં જ ફરિયાદ દાખલ થઇ છે
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 17:09:34 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:37:28 +0530

દિલ્હી

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ઝટકો આપતા દિલ્હી હાઇકોર્ટે તેમની વિરૂધ્ધ એફઆઇઆર રદ કરવાની મનાઇ કરી હતી.રાકેશ અસ્થાના વિરૂદ્ધ કાવતરૂ ઘડવાનો,ભ્રષ્ટાચાર કરવાનો અને ક્રીમીનલ ષડયંત્ર રચવાના આરોપ હેઠળ સીબીઆઇમાં જ ગુનો દાખલ થયો છે.

સીબીઆઇમાં જ પોતાની સામે દાખલ થયેલી આ ફરિયાદને રદ કરવા માટે રાકેશ અસ્થાનાએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.જો કે દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ નાઝમી વઝીરીએ આ એફઆઇઆર રદ કરવાની પીટીશન ફગાવી હતી.કોર્ટે સીબીઆઇના ડીવાયએસપી દેવેન્દ્ર કુમાર સામે થયેલી એફઆઇઆર પણ રદ કરવાની પીટીશન ફગાવી હતી.

કોર્ટે આદેશ આપ્યો હતો કે અસ્થાના અને દેવન્દ્રકુમાર સામે 10 સપ્તાહમાં તપાસ પુરી કરવામાં આવ અને એફઆઇઆરમાં જે પ્રકારના આરોપ છે તેની તપાસ જરુરી છે.જોકે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષી સાબિત ના થાય ત્યાં સુધી કાયદાની નજરમાં તે નિર્દોષ હોય છે.અસ્થાનાએ ધરપકડથી બચવા બે સપ્તાહની રોક લગાવવાની પણ માંગ કરી છે.

રાકેશ અસ્થાના પર સીબીઆઇના ડાયરેક્ટર પદે રહેલાં આલોક વર્માએ 2 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. હૈદરાબાદના વ્યવસાયી સતીશ બાબૂ સનાની ફરિયાદ પર રાકેશ અસ્થાના સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. સતીશ બાબુએ એક મામલે રાહત મેળવવા માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.