હનીપ્રિતની સાથે બિગ બોસ રમતો હતો બાબા રામ રહિમ

હનીપ્રિત ૨૪માંથી ૨૩ કલાક રામ રહિમ સાથે રહેતી હોવાનો આક્ષેપ : પોતાની હત્યાની પણ વ્યક્ત કરી આશંકા
By: admin   PUBLISHED: Fri, 22 Sep 2017 21:46:19 +0530 | UPDATED: Fri, 22 Sep 2017 21:46:19 +0530

હનીપ્રિતના પૂર્વ પતિના ચોંકાવનારા આક્ષેપ

ભાગેડુ આરોપી હનીપ્રિતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ ખુલાસો કર્યો છે કે, રામ રહિમ અને હનીપ્રિત વચ્ચે પિતા-પુત્રી જેવો કોઈ સંબંધ નથી. વિશ્વાસે આરોપ લગાવ્યો છે કે, તેની તમામ સંપત્તિ ડેરાએ છીનવી લીધી છે, તેમજ રામ રહિમના સમર્થકો તરફથી તેને સતત ધમકીઓ મળી રહી છે. હનીપ્રિતના પૂર્વ પતિ વિશ્વાસે જણાવ્યુ હતું કે મેં રામ રહિમ અને હનીપ્રિતની કાળી દુનિયાને ખૂબ જ નજીકથી જોઈ છે. રામ રહિમે જ હનીપ્રિત સાથે મારા લગ્ન કરાવ્યા હતા અને તે જ રામ રહિમના કારણે મારે હનીપ્રિત સાથે છુટાછેડા લેવા પડ્યા. રામ રહિમે પોતાની તાકાતનો ઉપયોગ કરીને સતત મને હેરાન કર્યો છે.

ગુપ્તાએ જણાવ્યુ હતું કે, હનીપ્રિત અને રામ રહિમ એક જ રુમમાં રહેતા હતા અને મેં તેમને આપત્તિજનક સ્થિતિમાં પણ જોયા છે.જ્યારે તેઓ રુમમાં હોતા ત્યારે બહાર એક માણસને પણ ઉભા રાખતા હતા. રામ રહિમે માત્ર મારો ઉપયોગ કર્યો છે, ત્યારબાદ મને એક ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવાયો હતો. જેલમાં મારા પર હુમલો પણ કરાવાયો હતો. 

વિશ્વાસ ગુપ્તાનો આક્ષેપ છે કે પોલીસમાં પણ રામ રહિમના અનેક સમર્થકો છે. વિશ્વાસે દાવો કર્યો હતો કે સિરસાના ડેરામાં ગુરમિત રામ રહિમે એક બિગ બોસ જેવુ આલિશાન ઘર બનાવ્યુ હતું. જેમાં ચારેયબાજુ સીસીટીવી કેમેરા લગાવાયા હતા. વોશરુમમાં પણ સીસીટીવી લગાવાયા હતા. રામ રહિમે મારી સામે દહેજ અને માનહાનિ તેમજ ચેક બાઉન્સ સહિત પાંચ કેસ કર્યા છે.અંતે મારી પાસે અન્ય કોઈ માર્ગ બાકી રહ્યો નહીં ત્યારે મારે સમજુતિ માટે ડેરાનો સંપર્ક કરવો પડ્યો. જે મુજબ રામ રહિમે મારા પર તમામ આક્ષેપ પાછા ખેંચવા દબાણ કર્યુ હતું. તેમજ સમગ્ર દુનિયા સમક્ષ ડેરા અને રામ રહિમની માફી માંગવાની શરત પણ મુકી હતી. ગુપ્તાએ જણાવ્યુ હતું કે રામ રહિમ ભલે જેલમાં હોય પણ તે એટલો પાવરફુલ છે કે ગમે ત્યારે મારી હત્યા કરાવી શકે છે. હું હવે કેટલો સમય જીવતો રહીશ તે મને ખૂદને જ ખબર નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.