નોટબંધી બાદ સિક્કાબંધીની તૈયારી? સિક્કાનું પ્રોડક્શન થયુ બંધ

દેશની ચારેય ટંકશાળમાં સિક્કાનું પ્રોડક્શન થયુ બંધ
By: admin   PUBLISHED: Wed, 10 Jan 2018 13:38:55 +0530 | UPDATED: Thu, 11 Jan 2018 17:40:20 +0530

આરબીઆઈ પાસે સિક્કાઓનો સ્ટોક વધી રહ્યો હોવાથી પ્રોડક્શન બંધ કરાયો હોવાનો સરકારે કર્યો દાવો

કેન્દ્રમાં મોદી સરકારની સત્તાને ચાર વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન સરકારે આર્થિક મોરચે અનેક મહત્વપૂર્ણ પગલા ભર્યા છે. ત્યારે હવે સરકાર વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર નોટબંધી બાદ હવે સિક્કાબંધી કરવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત નોયડા, મુંબઈ, કોલકત્તા અને હૈદરાબાદની સરકારી ટંકશાળમાં સિક્કાઓનુ પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યુ છે.

ભારતમાં આ ચાર ટંકશાળમાં જ સિક્કા બનાવવામાં આવે છે. જોકે, મંગળવારથી જ આ સિક્કા બનાવવાનુ કામ બંધ કરી દેવાયુ છે. તેની પાછળ સરકાર અત્યારે એવો તર્ક આપી રહી છે કે, નોટબંધી બાદ મોટા પ્રમાણમાં સિક્કાઓનુ પ્રોડક્શન કરવામાં આવ્યુ છે, જેના કારણે આરબીઆઈ પાસે સિક્કાઓનો મોટો સ્ટોક થઈ ગયો છે. સરકારનુ માનીએ તો ૮ જાન્યુઆરી સુધી ૨૫૦૦ એમપીસીએસ સિક્કાનો સ્ટોક રહેલો છે. જેના કારણે આરબીઆઈના નવા આદેશ સુધી સિક્કાઓનુ નવુ પ્રોડક્શન બંધ કરાયુ છે.

મહત્વનુ છે કે મોદી સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ દેશમાં નોટબંધીનો નિયમ લાગુ કર્યો હતો. જે અંતર્ગત ૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટો બંધ કરાયા બાદ મોદી સરકારે ૨૦૦૦ની અને ૫૦૦ની નવી નોટો બહાર પાડી હતી. ત્યારે હવે સિક્કાઓના પ્રોડક્શન બંધ કરવાના નિર્ણયને સિક્કાબંધીની તૈયારીના ભાગરુપે જોવામાં આવી રહ્યો છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.