૨૦૨૨માં ફ્રાંસ, રશિયા કરતા વધુ અરબપતિ ભારત પાસે હશે

ભારતમાં ૨૦૧૭માં ૨૦૦ અરબપતિ હતા, જે ૨૦૨૨ સુધી વધીને ૩૪૦ થઈ જશે : નાઈટફ્રેંકનો સર્વે રીપોર્ટ
By: admin   PUBLISHED: Wed, 12 Sep 2018 23:59:57 +0530 | UPDATED: Wed, 12 Sep 2018 23:59:57 +0530

નાઈટ ફ્રેંકના સર્વે રીપોર્ટમાં સામે આવી વિગત

ભારતમાં વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે, આ દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી આ અંગે કોઈ યોગ્ય વાતો સામે આવી રહી નથી. જોકે આગામી ૫ વર્ષમાં દેશમાં અમીરોની આવકમાં જોરદાર વધારો થવાનો છે, આ દાવો એક સર્વેમાં કરવામાં આવ્યો છે.

નાઈટ ફ્રેંક દ્વારા જાહેર કરાયેલ સર્વે રીપોર્ટ મુજબ ૨૦૨૨ સુધી ભારતમાં ધન કુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઈ જશે. આ ધનકુબેરોની પાસે ૩૫૦૦ કરોડ રુપિયા કે તેનાથી વધુ ધન સંપત્તિ હશે.રીપોર્ટ મુજબ ભારતમાં ૨૦૧૭માં ૨૦૦ અરબપતિ હતા, જે ૨૦૨૨ સુધી વધીને ૩૪૦ થઈ જશે. જ્યારે તે સમયે ફ્રાંસમાં ૩૧૦ અને યુકે તથા રશિયામાં ૨૨૦ ધનકુબેર હશે.

રીપોર્ટ મુજબ આવનાર પાંચ વર્ષોમાં એશિયામાં ધનકુબેરોની સંખ્યા ઉત્તર અમેરીકાના ધનકુબેરોથી વધુ હશે. અનુમાન મુજબ ૨૦૨૨ સુધી એશિયામાં આવા લોકોની સંખ્યા ૩ હજારથી પણ વધુ હશે. રીપોર્ટમાં જણાવાયુ છે કે દુનિયામાં આર્થિક પ્રગતિ અને સંપત્તિઓની સતત વધતી કિંમતોને આ પાછળનુ કારણ બતાવાયુ છે. જોકે તે સમયે પણ સૌથી વધારે અરબપતિ અમેરીકામાં જ હશે. અનુમાન મુજબ અમેરીકામાં અરબપતિઓની સંખ્યા ૨૦૨૨ સુધી ૧૮૩૦થી વધીને ૨૫૦૦ થઈ જશે. ચીનમાં આ સંખ્યા ૪૯૦થી વધીને ૯૯૦ થવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.