ભાઈ-બહેન સાથે રમવા દેશો તો ગણિતમાં સાર માર્ક મળશે

જે બાળકો પાસે વધુ માત્રામાં પુસ્તકો હોય છે, તેવા બાળકોની ભણવાની ક્ષમતામાં વધારો થાય છે : સર્વે
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 19:59:37 +0530 | UPDATED: Wed, 16 May 2018 19:59:37 +0530

એનસીઈઆરટીનાં નેશનલ એચીવમેન્ટ સર્વેનુ તારણ

તાજેતરમાં કરવામાં આવેલ એક સર્વેમાં સામે આવ્યુ છે કે જે બાળકો નિયમીત રીતે પોતાનાં ભાઈ બહેનો સાથે રમત રમતા હોય છે તે બાળકો પરીક્ષામાં પણ ગણિત વિષયમાં સારા માર્ક મેળવવામાં સફળ રહેતા હોય છે.  એટલુ જ નહી આવા બાળકો ભવિષ્યમાં પણ ગણિત વિષયમાં વધુ માર્ક મેળવવા માટે સક્ષમ બનતા હોય છે. જેની સામે વધુ પડતી ટીવી જોનાર બાળકોનાં ગણિતનાં માર્કમાં ઘટાડો જોવા મળે છે. આ વાત એનસીઈઆરટીનાં નેશનલ એચીવમેન્ટ સર્વેમાં સામે આવી છે.

સર્વેમાં જણાવવામાં આવ્યુ છે કે વધારે ભાઈ-બહેન ધરાવતા બાળકોની રિંડીંગ સ્કીલ પણ સારી જોવા મળે છે. આ ઉપરાંત ગણિત વિષમયાં આવા બાળકોનાં પ્રદર્શનમાં ખુબ જ સુધારો જોવા મળે છે. સર્વેમા જાણવા મળ્યુ છે કે ચાર કે તેથી વધુ ભાઈ બહેન ધરાવતા બાળકોનાં ગણિતમાં સરેરાશ માર્ક ૩૨.૯ ટકા હતા. જ્યારે એક જ ભાઈ-બહેન ધરાવતા બાળકોનાં  ગણિતનાં માર્કમાં ઘટોડો જોવા મળ્યો હતો.

સર્વેમાં જાણવા મળ્યુ હતુ કે જે બાળકો પાસે વધારે પુસ્તકો હોય છે. તે બાળકોની ભણવાની ક્ષમતામાં વધારો થાય છે. જે બાળકો પાસે ૨૫ કે તેથી વધુ પુસ્તકો હતા તેમની રેડીંગ સ્કીલ ૫૦.૮ ટકા હતી. જ્યારે જે બાળકોના ઘરે પુસ્તકો ન હતા તેવા બાળકોને સરેરાશ રેડીંગ સ્કીલ ૪૨.૬ ટકા હતી.

જો કે પુસ્તકોની સંખ્યા અને ગણિતનાં માર્ક વચ્ચે ખાસ કોઈ કનેક્સન જોવા મળ્યુ નથી. જે બાળકો પાસે વધુ પુસ્તકો હતો, તેમનાં ગણિતનાં માર્ક અન્ય બાળકો કરતા ૨.૫ ટકા વધારે જોવા મળ્યા. જો કે પુસ્તકોની સંખ્યા અને વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનનાં માર્કમાં ખાસ અસર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે આ સર્વેમાં ગણિત,વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા જેવા વિષયો શિખવાની બાળકોની ક્ષમતા પર ફોકશ કરવામાં આવ્યુ હતુ. સર્વેમાં કુલ ૬,૭૨૨ સરકારી અને ગ્રાન્ડેટ શાળાઓનાં ૨૪,૪૮૬ શિક્ષકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧,૮૮,૬૪૭ બાળકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વેનો મુખ્ય ઉદેશ્ય બાળકોની ભણવાની અને શિખવાની ક્ષમતા અંગે માહીતી મેળવવાનો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.