બ્રિટેન : ઓપરેશન બ્લુસ્ટાર સાથે સંકળાયેલ ફાઈલ થશે સાર્વજનિક

૧૯૮૪ના ઓપરેશન બ્લુસ્ટાર સાથે સંકળાયેલ દસ્તાવેજ સાર્વજનિક કરી સરકારની ભૂમિકા સ્પષ્ટ કરાશે
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 18:31:48 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 18:31:48 +0530

બ્રિટેનની એક કોર્ટે આપ્યો આદેશ

બ્રિટેનના એક જજે વર્ષ ૧૯૮૪ના ઓપરેશન બ્લૂસ્ટાર સાથે જોડાયેલ દસ્તાવેજોને સાર્વજનિક કરવાનો આદેશ કર્યો છે, જેનાથી આ ઘટનામાં બ્રિટિશ સરકારની ભાગીદારી વધુ સ્પષ્ટ રીતે બહાર આવી શકે. સાથે જ કોર્ટે  બ્રિટિશ સરકારની આ દલીલ ફગાવી દીધી છે કે આ પગલાના કારણે ભારતની સાથે રાજકીય સંબંધોને નુકશાન પહોંચશે.

લંડનમાં માર્ચમાં ફર્સ્ટ ટીયર ટ્રિબ્યુનલ (સૂચના અધિકાર)ની ત્રણ દિવસીય સુનાવણીની અધ્યક્ષતા કરનાર જજ મુરી શેક્સે જણાવ્યુ કે તે સમયની મોટાભાગની ફાઈલો ખરેખર સાર્વજનિક કરવી જોઈએ. તેમણે બ્રિટિશ સરકારની એ દલીલ ફગાવી દીધી કે ડાઉનિંગ સ્ટ્રીટના દસ્તાવેજને સાર્વજનિક કરવાથી ભારતની સાથે તેમના રાજકીય સંબંધોને નુકશાન પહોંચશે.

જોકે, કોર્ટે સ્વીકાર્યુ કે બ્રિટેનની સંયુક્ત ગુપ્તચર સમિતિ પાસે વર્તમાન ઈન્ડિયા : પોલીટીકલ નામની એક ફાઈલમાં કેટલીક એવી સુચના હોઈ સકે છે જે બ્રિટિશ જાસુસી એજન્સી : એમઆઈ ૫, એમઆઈ ૬ અને સરકાર સંચાર મુખ્યાલય સાથે જોડાયેલ હોય.

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યુ કે, અમે જે સમયની વાત કરી રહ્યા છીએ તે ભારતના વર્તમાન ઈતિહાસમાં એક ખૂબ જ સંવેદનશીલ સમયનો છે.  આપને જણાવી દઈએ કે, આ ઘટનાને  ૩૦ વર્ષ વીતી ચુક્યા છે. નિયમો મુજબ આ રીતની ફાઈલોને ૩૦ વર્ષ બાદ જ સાર્વજનિક કરવામા આવે છે. વર્ષ ૨૦૧૪માં બ્રિટેન સરકારે કેટલાક દસ્તાવેજ સાર્વજનિક કર્યા હતા, જેનાથી એ વાતનો ખુલાસો થયો હતો કે બ્રિટિશ સેનાએ ઓપરેશન બ્લુસ્ટાર પહેલા ભારતની સેનાને સલાહ આપી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.