માતાએ તરછોડેલ બાળકનું બ્રેઈન ડેડ બાદ થયુ નિધન

અન્નનળી વિના જન્મેલ બાળકને છોડીને માતા પિયર ચાલી જતા પુરતા પોષણના અભાવે બાળકનુ આખરે મોત થયુ
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 21:18:32 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 21:18:32 +0530

માતા સામે નોંધાઈ ફરીયાદ

અન્નનળી વિના જન્મેલા બાળકને નિષ્ઠુર માતાએ તરછોડી દેતા બાળકનુ બ્રેઈન ડેડ થયા બાદ આખરે આજે તેનુ મોત થયુ છે. ત્યારે આજે બાળક રુદ્રના પિતાએ પોતાની પત્ની સામે નારણપુરા પોલીસસ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. બ્રેઈન ડેડ થયા બાદ મોતના મુખમાં પહોંચી ગયેલ રુદ્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડામાં રહેતા ઘનશ્યામભાઈ પટેલના લગ્ન ૨૦૧૧માં ઈડરના લક્ષ્મણપુરા ગામના રહેવાસી તોરલબેન પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ ૨૦૧૪માં તેમને એક બાળકીનો જન્મ થયો હતો, જ્યારે ૨૦૧૭માં પુત્રનો જન્મ થયો હતો. જેનુ નામ રુદ્ર રાખવામાં આવ્યુ હતું. જોકે બાળક અન્નનળી વિના જન્મેલુ હોવાથી તેને ખોરાક માટે નળી નાખવામાં આવી હતી.

આ પ્રક્રિયા મુજબ દિવસમાં ૮ વખત ખોરાક આપવો પડે તેવી સ્થિતિ હતી. જોકે,રુદ્રની માતા તેને છોડીને પિયર ચાલી ગઈ હતી. જેથી રુદ્રના પિતા અને દાદા દાદી તેની દેખરેખ રાખતા હતા. પરંતુ પુરતુ પોષણ ન મળવાના કારણે બાળકનુ બ્રેઈન ડેડ થયુ હતું. ડોક્ટરોનુ કહેવુ છે કે માતાનુ દુધ, હુંફ અને પ્રેમ ન મળવાના કારણે બાળકનુ બ્રેઈન ડેડ થયુ છે. રુદ્રના પિતા ધનશ્યામ પટેલે આ મામલે પોતાની પત્ની સામે ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ દ્વાર આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.