બોસ્ટન : ગેસ પાઈપ લાઈનમાં વિસ્ફોટ, ૬ લોકો ઘાયલ થયા

બોસ્ટન અને મેસાચુસેટ્‌સમાં ગેસ લિકેજ અને વિસ્ફોટની ઘટના સામે આવી : મોટી સંખ્યામાં લોકોને બચાવાયા
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:26:23 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:26:23 +0530

એક બાદ એક ૬૦થી વધુ વિસ્ફોટ થયા

અમેરીકાના બોસ્ટનમાં ગેસ પાઈપલાઈનમાં ભંગાણ થતા કેટલાક વિસ્ફોટ થયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. અમેરીકાના મેસાચુસેટ્‌સના કેટલાક સ્થળો અને બોસ્ટન શહેરમાં ગત રાત્રે ગેસ પાઈપલાઈનમાં એક બાદ એક આશરે ૬૦થી વધુ વિસ્ફોટ અને ગેસ લિકેજની ઘટના બની હતી. જેમાં કેટલાક લોકોને અસર થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ અનેક સ્થળો પર ગેસ ગળતરના અહેવાલ સામે આવ્યા છે.

શહેરમાં આ ઘટનાને લઈ હડકમ્પ મચી ગયો છે. આ વિસ્ફોટ બોસ્ટનના ઉત્તર વિસ્તારમાં થયા હતા. અત્યાર સુધી આ ઘટનામાં ૬ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સાથે જ ગેસ વિસ્ફોટના કારણે કેટલીક બિલ્ડિંગો અને ઘરોને પણ નુકશાન થયુ છે.

મેસાચુસેટ્‌સ સ્ટેટ પોલીસે જણાવ્યુ કે, જે વિસ્ફોટ થયા છે તે વિભિન્ન ઈમારતોના ઘરોમાં થયા છે. જોકે, સ્થાનિક મીડિયાએ જણાવ્યુ કે, મોટાભાગના વિસ્ફોટ આસપાસના વિસ્તારમાં થયા છે. સુરક્ષાદળોએ સ્થાનિકોને ગંધ આવવા કે આગ લાગવાની શંકા હોવાના કારણે તરત ઘર ખાલી કરવાનો આગ્રહ કર્યો હતો. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે અહીંથી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.