દમદાર અભિનત્રી તાપસુ પન્નુ કાશ્મીરમાં શું કરી રહી છે,જાણો

તાપસી પન્નુ અભિષેક બચ્ચન સાથે કાશ્મીરમાં શુટીંગ કરી રહી છે.
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 11:10:25 +0530 | UPDATED: Mon, 16 Apr 2018 11:10:25 +0530


મુંબઈ

તાપસી પન્નુનો સમાવેશ એ અભિનેત્રીઓમાં થાય છે જેણે ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાની એક નવી ઓળખ બનાવી છે. પિંક ફિલ્મમાં તેણે પોતાની સશક્ત અભિનય ક્ષમતા દર્શાવી હતી. ત્યારે નામ શબાના માં દમદાર એક્શન દ્રશ્યોથી તેણે લોકોનુ દિલ જીત્યુ હતું.હમણાં તાપસીની ફિલ્મ ગાઝી ને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.

જો કે ગાઝીમાં તાપસીનો સ્પેશિયલ એપીરન્સ જ હતો પરંતુ આ મુવીને એવોર્ડ મળ્યાં પછી તે ખુશ થઇ ગઇ છે.તાપસી કહે છે કે ગાઝીમાં ભલે મારો રોલ નાનો હતો પરંતુ એક કલાકાર તરીકે મને આ રોલથી ખુબ જ સંતોષ મળ્યો છે.આ ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે જે કોઇ નાની સુની વાત નથી.

બે સફળ ફિલ્મો આપ્યા પછી હવે તાપસી અત્યારે અમૃતસરમાં અભિષેક બચ્ચન અને વીકી કૌશલ સાથે અનુરાગ કશ્યપની ફિલ્મ મન મર્જિયા ના શુટિંગમાં વ્યસ્ત છે. તાપસી આ ફિલ્મના અંતિમ દ્રશ્યોના શુટિંગ માટે કાશ્મીર જવાની છે. ચાલુ સપ્તાહના અંત સુધીમાં કાશ્મીરમાં આ શુટિંગ શરુ થાય તેવી શક્યતા છે. કાશ્મીર હંમેશાથી બોલીવુડ માટે શુટિંગનુ સૌથી પસંદગીનુ સ્થળ રહ્યુ છે. જો કે તાપસીએ આ પહેલા ક્યારેય ભારતના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં શુટિંગ કર્યુ નથી. દેશના લગભગ દરેક ભાગમાં શુટિંગ કરી ચુકેલ તાપસી પન્નુ માટે આ અનુભવ તદ્દન અલગ અને નવો હશે. જેને લઈ તાપસી ખૂબ જ ઉત્સાહિત છે.

મન મર્જિયા અનુરાગ કશ્યપની પ્રથમ રોમેન્ટીક ડ્રામા ફિલ્મ છે. તાજેતરમાં જ તાપસીની ફિલ્મ ગાઝી ને બેસ્ટ તેલુગુ ફિલ્મ તરીકે નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા તાપસીએ જણાવ્યુ કે, આ ત્રીજી વખત બન્યુ છે કે જ્યારે હું કોઈ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મનો ભાગ રહી હોઉં.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.