માત્ર ગ્લેમરને જોઈને પાત્રની પસંદગી કરતી નથી : સ્વરા

એક્ટ્રેસ તાપસી પન્નુએ કર્યો ખુલાસો
By: Monika Vyas   PUBLISHED: Thu, 24 May 2018 14:38:47 +0530 | UPDATED: Mon, 28 May 2018 11:21:34 +0530

ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે કોઈ બાંધછોડ નહીં

અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાની અપકમિંગ ફિલ્મ વીરે દી વેડિંગમાં ભલે ગ્લેમર ભૂમિકામાં જોવા મળતી હોય. પરંતુ આ અભિનેત્રીનુ માનવુ છે કે તે ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે સમજુતિ કરી શકે તેમ નથી. પછી તે ગમે તેટલી મોટી ફિલ્મ કે મોટી ઓફર કેમ ન હોય.

નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી વાહવાહી મેળવી ચુકેલ સ્વરાએ જણાવ્યુ હતું કે અત્યાર સુધી જે ફિલ્મો પસંદ કરી છે તેના આધારે એ સમજી ચુકી છુ કે મને દર્શકો કેવા રોલમાં જોવી પસંદ કરે છે. મારી પાસે એવી ફિલ્મોની પણ ઓફર આવી ચુકી છે જેમાં કથા કથિત ગ્લેમરનો ભરમાર હોય. પરંતુ મારા માટે તે ફિલ્મોમાં કરવા માટે કંઈ ખાસ નહતુ. જેથી મેં આવી ફિલ્મો સ્વીકારી નથી.

સ્વરાનુ માનવુ છે કે ફિલ્મ મેકર્સે તેની અસલી ફિલ્મોનાી કારણે તેને એક ઢાંચામાં બાંધી દીધી હતી. પરંતુ પ્રોડ્યુસર રીયા કપુરે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને વીરે દી વેડિંગમાં સાક્ષીનો બિંદાસ્ત રોલ ઓફર કર્યો હતો.

મહત્વનુ છે કે સ્વરાની અપકમિંગ ફિલ્મ વીરે દી વેડિંગનુ ટ્રેલર લોન્ચ થઈ ચુક્યુ છે. જેને સામાન્ય પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં સ્વરાની સાથે કરીના કપુર, સોનમ કપુર અને શીખા તલસાનિયા મુખ્ય ભૂમિકામાં છે. ચાર મિત્રોની વાર્તા પર બનેલ આ ફિલ્મ ૧ જુને રીલીઝ થવાની છે. 

હું અકસ્માતે જ ફિલ્મોમાં આવી ગઇ છું..

પીંક, નામ શબાના જેવી ફિલ્મોમાં શાનદાર અભિયનથી તાપસી પન્નુની ગણતરી અત્યારે ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી છે. જો કે તાપસી પન્નુનુ કહેવુ છે કે ફિલ્મોમાં અભિનય કરીશ તેવુ કોઈ પ્લાનીંગ મેં ક્યારેય કર્યુ ન હતું. હું તો અકસ્માતે ફિલ્મોમાં આવી ગઈ છું.

હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા અંગે પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તાપસીએ જણાવ્યુ હતુ કે તમે હોલીવુડની ક્યાં વાત કરો છો. હું તો બોલીવુડમાં પણ આવવાની ન હતી. સાચું કહુ તો અભિનય કરવાનું મારુ કોઈ પ્લાનીંગ જ ન હતું. આ તો અચાનક જ ફિલ્મોમાં આવી ગઈ હતી,પણ એકવાર ફિલ્મોમાં આવ્યા બાદ દિલ દઈને કામ કર્યુ છે જેનુ પરિણામ આજે તમારી સામે છે.

તાપસીએ ઉમેર્યુ હતું કે જો સારા રોલની ઓફર મળશે તો હું ચોક્કસ હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરીશ. પરંતુ મને હોલીવુડનું એવુ કોઈ આકર્ષણ નથી. મને અહીં જે કામ મળી રહ્યુ છે તેનાથી મને સંતોષ છે, એટલે મેં હોલીવુડ તરફ હજી સુધી ધ્યાન આપ્યુ નથી.

મહત્વનુ છે કે બેબી ફિલ્મમાં એક નાના રોલથી તાપસીએ બોલીવુડમાં પાકોની કારર્કિદીની શરૂઆત કરી હતી. જો કે તેમાં તેનો અભિનય નિહાળ્યા બાદ અક્ષયે બેબી ની સિક્વલ નામ શબાના માં લીડ રોલમાં તેને તક આપી હતી. તેમજ જુડવા-૨ થી તેની ગણતરી ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.