પ્રિટી ઝીંટાની કંપની પર ચંદીગઢના ડોક્ટરે 38 લાખની વસુલીનો કેસ કર્યો

પ્રિટી ઝીંટાની કંપનીએ રહેવા માટે લીધેલા ઘરનો ઉપયોગ ઓફિસ તરીકે કર્યો હોવાનો આરોપ
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 18:06:49 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 18:06:49 +0530

ચંદીગઢ

બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિટી ઝિંટાની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ કાયદાકીય ગુંચવણમાં ફસાતી નજરે પડી રહી છે. ચંદીગઢના ડોક્ટર સુભાષ સતીજાનો આરોપ છે કે, તેણે પોતાની એક કોઠી કંપનીને ભાડા પેટે આપી હતી, જેમાં ઓફિસ ખોલી દેવામાં આવી.ડોક્ટર સતીષે પ્રિટી ઝીંટાની કંપનીને આ ઘર માત્ર કંપનીના કર્મચારીઓને રહેવા માટે આપ્યું હતું,જો કે તેનો ઉપયોગ ઓફિસ તરીકે થવા લાગ્યો અને તબીબના માથે ટેક્સનું લાખો રૂપિયાનું બીલ આવી ગયું છે.

ચંદીગઢની સ્ટેટ ઓફિસે ડો.સતીજાને 38 લાખ રુપિયાની નોટિસ ફટકારી છે, જેને ડોક્ટરે કંપની પાસેથી વસુલવાનો નિર્ણય કર્યો છે.પોતાની પર આવી પડેલ 38 લાખ રૂપિયાની વસુલી માટે ડોક્ટર સતીજાએ જિલ્લા કોર્ટમાં કંપની સામે સિવિલ સુટ ફાઈલ કરી છે.

બીજી તરફ સતીજાના સિવિલ સુટને ડિસમિસ કરવા માટે કંપનીએ કોર્ટમાં એક એપ્લીકેશન આપી હતી જેને ફગાવી દેવામાં આવી છે. હવે આ મામલા પર કોર્ટમાં કાર્યવાહી ચાલશે અને સુનાવણી માટે કોર્ટે ૨૩ જુલાઈની તારીખ નક્કી કરી છે.

પ્રિટીની કંપનીનો તર્ક છે કે  તેમણે આ કોઠીમાં ઓફિસ નહોતી ખોલી પરંતુ તેનો ઉપયોગ અધિકારીઓના રહેવા માટે કર્યો હતો. કંપનીનું કહેવુ છે કે જ્યારે આઈપીએલ મેચ રમાતી હતી ત્યારે અધિકારીઓ અહીં રોકાતા હતા. કંપનીના જણાવ્યા મુજબ, સતીજા પોતાના ઘરને વેચવા માંગતા હતા પરંતુ જ્યારે એસ્ટેટ ઓફિસે તેમના પર 38 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો તો તેમણે કંપનીને આ માટે જવાબદાર ગણાવી. કંપનીએ આના આધારે કોર્ટમાં એપ્લીકેશન આપી હતી જેને ફગાવી દેવાઈ છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.