વુમનિયામાંથી કૃતિ સેનન આઉટ,હવે આ હીરોઇન બનશે ફિલ્મની લીડ એક્ટ્રેસ

વુમનિયા ફિલ્મમાંથી તારીખો ફાળવી નહીં શકવાને કારણે કૃતિ સેનન આઉટ થશે
By: Monika Vyas   PUBLISHED: Tue, 10 Jul 2018 18:44:20 +0530 | UPDATED: Tue, 10 Jul 2018 18:44:20 +0530

મુંબઈ

ફિલ્મ વુમનિયા થી ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરી રહેલ તુષાર હિરાનંદાનીએ ફિલ્મની બે અભિનેત્રીમાંથી એકને બદલવાની જાહેરાત કરી છે. વુમનિયા ફિલ્મની જાહેરાત થઈ ત્યારે જે બે અભિનેત્રીઓના નામ જાહેર કરાયા હતા તેમાં તાપસી પન્નુ અને કૃતિ સેનનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ભારતીય મહિલા શુટર્સની વાર્તા રજુ કરતી ફિલ્મ છે, જે માટે બન્ને અભિનેત્રીઓએ રાઈફલ શુટિંગની તાલીમ પણ શરુ કરી હતી.

ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે કૃતિ સેનન હવે આ ફિલ્મમાંથી આઉટ થઈ ગઈ છે. જેના સ્થાને ભૂમિ પેડનેકરને સાઈન કરવામાં આવી છે. જો કે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તાપસી પન્નુ ફિલ્મ માટે ફાઈનલ થઈ ગઈ છે જે હાલ રાઈફલ શુટિંગની તાલીમ લઈ રહી છે. સુત્રોનું કહેવુ છે કે, કૃતિ પાસે હાલ અન્ય ફિલ્મોના પ્રોજેક્ટ હોવાથી તે આ ફિલ્મને તારીખો ફાળવી શકે તેમ નથી, જેના કારણે ફિલ્મના શુટિંગમાં વિલંબ થવાના ડરથી ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે કૃતિને વુમનિયા માંથી આઉટ કરી ભૂમિ પેડનેકરને ઈન કરી છે.

કૃતિ સેનન અક્ષયકુમાર સ્ટારર હાઉસફુલ-4 અને પાણીપત ફિલ્મો કરી રહી છે.આ બંને ફિલ્મોના શુટીંગમાં બીઝી હોવાને કારણે કૃતિ તારીખો ફાળવી શકે તેમ નહોતી.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ ભારતીય મહિલા શુટર્સ ચંદ્રો તોમર અને પ્રકાશીની સંઘર્ષકથા પર આધારીત હશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.