હું તનુશ્રીને સપોર્ટ કરૂ છું : સૈફ અલી ખાન

તનુશ્રી નાના પાટેકર વિવાદ પર સૈફ અલી ખાને પોતાનો મત આપ્યો
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 11:34:40 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 11:34:40 +0530

મુંબઇ

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ફિલ્મોને લઈને સૈફ અલી ખાનની પસંદ બદલાઈ છે. શેફ અને કાલાકાંડી માં તેના કામની પ્રશંસા થઈ. અત્યારે તે પોતાની આગામી ફિલ્મ બાજાર ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સૈફે તનુશ્રી અને નાના પાટેકર વચ્ચે ચાલી રહેલ વિવાદ અંગે પણ વાતચીત કરી.   

તનુશ્રીએ જે રીતે હિમ્મત દાખવી તે અંગે સૈફે જણાવ્યુ કે,

ઘણી બધી વસ્તુ છે. હું ઘણુ બધુ કહેવા માંગીશ કે આપણે મહિલાઓની સુરક્ષાનુ ધ્યાન રાખવું જોઈએ. વર્કપ્લેસમાં એક એવો માહોલ હોવો જોઈએ, જ્યાં મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવે. સુપ્રીમ  કોર્ટે હેરેસમેંટ પર જજમેન્ટ આપ્યુ છે. મને હેરેસમેન્ટ અને બુલિંગ જરા પણ પસંદ નથી. હું તનુશ્રીને સપોર્ટ કરું છું. મને વિશ્વાસ છે કે તેનો કોઈ હિડેન એજન્ડા નથી. લોકો   કહે છે કે તેણે ૧૦ વર્ષ  પછી આ વાત કેમ બહાર કાઢી. મને લાગે છે કે ક્યારેક લોકોને કેટલાક મુદ્દા પર સમય લાગી જાય છે કંઈક બોલવા માટે. ક્યારેક-ક્યારેક માહોલ સારો ન હોવાથી તેઓ મૌન સેવી લે છે. પણ જ્યારે પણ તે બોલે ત્યારે આપણે તેમને સાંભળવા જોઈએ.ઘણીવાર લોકોને બીક લાગે છે અને શરમ પણ આવતી હોય છે કે કેવી રીતે વાત કરવી.લોકો આપણાં વિશે શું વિચારશે.પણ છેલ્લાં થોડા સમયથી આપણે ઘણો પ્રોગ્રેસ કર્યો છે અને લોકો હવે તેમની વાત ખુલીને કહેવા લાગ્યાં છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.