આ વર્ષે પણ થિયેટરો ગજવશે હીટ ફિલ્મોની આ સિક્વલ્સ

સલમાનની રેસ-3 પર બધાની નજર છે
By: Monika Vyas   PUBLISHED: Fri, 13 Apr 2018 17:39:42 +0530 | UPDATED: Fri, 13 Apr 2018 17:39:42 +0530


મુંબઇ

ચાલુ વર્ષ લગભગ બોલીવુડ ફિલ્મોની સિક્વલનુ બની રહેશે. કારણકે ચાલુ વર્ષે સિક્વલોની ભારે બોલબાલા જોવા મળવાની છે. 2018માં એક બાદ એક ઓછામાં ઓછી પાંચ સિક્વલ ફિલ્મો રજુ થવાની શક્યતા છે.  ગત વર્ષે વરુણ ધવન, તાપસી પન્નુ અને જેકલીન ફર્નાન્ડીસને ચમકાવતી ફિલ્મ જુડવા-૨ સિક્વલરુપે રજુ થઈ હતી.ત્યારબાદ હવે લગભગ દર બીજી ફિલ્મ સિક્વલ સ્વરુપે રજુ થઈ રહી છે.

હાલ રેસ-૩ ફિલ્મ બની રહી છે, જે રેસ અને રેસ-૨ની ત્રીજી કડી છે. પહેલી બે કડીમાં સૈફ અલી ખાન મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો, જ્યારે રેસ-૩માં સલમાન ખાન જાવા મળશે. આ ઉપરાંત હાલમાં જ એક થા ટાઈગરની સિક્વલ ટાઈગર ઝિંદા હૈ પણ રીલીઝ થઈ હતી, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. રેસ-૩ બાદ હાઉસફુલનો પણ નંબર આવે છે. ડાયરેક્ટર સાજિદ ખાનની હાઉસફુલ, હાઉસફુલ-૨ અને હાઉસફુલ-૩ બાદ હવે તેની ચોથી કડી પણ બની રહી છે. જ્યારે સુપરસ્ટાર સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ દબંગ અને દબંગ-૨નો ત્રીજા ભાગ પણ બનવા જઈ રહ્યો છે. જેમાં ફરી એકવાર સલમાન ખાન દબંગ તરીકે નજરે પડશે. આ ઉપરાંત ટાઈગર શ્રોફ, અનન્યા પાંડેને ચમકાવતી સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ પણ ચાલુ વર્ષે રીલીઝ થવાની છે.

આશિકીની સિક્વલ આશિકી-2 બનાવનાર મોહિત સુરી હવે આ સીરીઝમાં ત્રીજો પાર્ટ પણ બનાવવાનું વિચારી રહ્યાં છે.

અક્ષય કુમાર,સુનીલ શેટ્ટી અને પરેશ રાવલને ચમકાવતી સુપર હીટ સાબિત થયેલી હેરાફેરીનો હવે ત્રીજો ભાગ પણ આ વર્ષે બને તેવી શક્યતાઓ છે.

ટાઇગર શ્રોફની બાગીની સિક્વલ બાગી-2 પણ આ વર્ષે રજુ થઇ અને તેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.