Wednesday,19 September 2018,08:57:02

ચેક બાઉન્સ થવાના કેસમાં રાજપાલ યાદવને કોર્ટે દોષિત જાહેર કર્યા

ફિલ્મ માટે ફાઇનાન્સ લઇને પરત નહીં કરવાનો રાજપાલ પર આરોપ
By: Monika Vyas   PUBLISHED: Sat, 14 Apr 2018 18:24:26 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 18:24:26 +0530


મુંબઈ

બોલીવુડ કોમેડીયન અભિનેતા રાજપાલ યાદવ અને તેની પત્ની રાધા યાદવે દિલ્હીની કડકડડૂમા કોર્ટે એક કેસમાં દોષિત જાહેર કર્યા છે.રાજપાલ યાદવે ૨૦૧૦માં એક નિર્દેશક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ કરવા માટે૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની ચુકવણી કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

રાજપાલ યાદવની ફિલ્મ અતા પતા લાપતા વર્ષ ૨૦૧૨માં રીલીઝ થઈ હતી, પરંતું ફ્લોપ સાબિત થઇ હતી.આ ફિલ્મને ફાઇનાન્સ કરનાર કંપની મુરલી પ્રોજેક્ટ્સે રાજપાલ યાદવ પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.રાજપાલ યાદવે મુરલી પ્રોજેક્ટ્સને પાંચ કરોડ રૂપિયાના ચેક આપ્યા હતા જે બાઉન્સ થયા હતા.

આ મામલે દિલ્હીની કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને તેની કંપની અને પત્ની સહિત ચેક બાઉન્સ થવા કેસમાં સાત કેસમાં દોષિત ઠેરવ્યા છે. ફરીયાદી વકિલ એસકે શર્મા દ્વારા જણાવાયુ છે કે અભિનેતાની સજાની જાહેરાત હવે ૨૩ એપ્રિલે થશે.

આપને જણાવી દઈએ કે, લક્ષ્મીનગરની કંપની મુરલી પ્રોજેક્ટ્‌સ પ્રા.લીમિટેડે રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સ સાથે જાડાયેલ સાત ફરીયાદો દાખલ કરાવી હતી. આ તમામ ફરીયાદ અલાગ અલગ નોંધાવામાં આવી હતી. ફરીયાદીએ જણાવ્યુ હતું કે, તે સમયે રાજપાલ ફિલ્મ અતા પતા લાપતા ને પૂરી કરવામાં લાગ્યો હતો. એટલા માટે એપ્રિલ ૨૦૧૦માં ફિલ્મને પૂરી કરવા માટે રાજપાલ દ્વારા મદદ માંગવામાં આવી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે કરાર થયા અને ૫ કરોડની લોન આપી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.