ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા રાજપૂત સમાજની ચીમકી, મુખ્યમંત્રી રૂપાણીના પુતળા દહન થયા : ઠેર ઠેર ભાજપનો વિરોધ

વડોદરામાં પુતળા દહન વખતે છ અગ્રણીઓની અટકાયત, મુખ્યમંત્રી જાહેરમાં માફી માંગે તેવી માંગ
By: admin   PUBLISHED: Mon, 13 Nov 2017 21:55:13 +0530 | UPDATED: Wed, 15 Nov 2017 22:30:13 +0530

મુખ્યમંત્રી રૂપાણીએ પરચુરણ કહેતા પ્રજાપતિ સમાજમાં રોષ: ઠેર-ઠેર રૂપાણીના પુતળા દહન થયા: મુખ્યમંત્રી જાહેરમાં માફી માંગે તેવી માંગ

વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાત ભાજપના સ્થાનિક નેતાઓની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે રાજપૂત સમાજની નારાજગી બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પ્રજાપતિ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રજાપતિ સમાજનુ એક પ્રતિનિધિ મંડળ સુરતમાં વિધાનસભાની ટિકિટ માંગવા રૂપાણી પાસે ગયુ હતું.

જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાપતિ સમાજ પરચુરણ સમાજ છે તેઓને ટિકિટ મળે નહીં તેમ જણાવી આ પ્રતિનિધિ મંડળને ચાલતુ કર્યુ હતું. જેના વિરોધમાં આજે ગુજરાતના અનેક શહેરોમાં પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુતળા બાળીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમજ જ્યાં સુધી વિજય રૂપાણી પ્રજાપતિ સમાજની જાહેરમાં માફી ન માંગે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. વડોદરામાં પુતળા દહન કરનાર સમાજના ૬ અગ્રણીઓની પોલીસે અટકાયત કરતા મામલો વધુ બિચક્યો હતો. પ્રજાપતિ સમાજની લાગણી દુભાવનાર મુખ્યમંત્રી સાથે અત્યારે સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.

આ અંગે સમાજના અગ્રણી પારસભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે ગત ૧૦ નવેમ્બરના રોજ વિજય રુપાણી સુરતમાં હતા, તે સમયે અમદાવાદનુ પ્રજાપતિ સમાજનુ પ્રતિનિધિ મંડળ વિધાનસભાની ચુંટણી માંગવા ગયુ હતું. ત્યારે મુખ્યમંત્રીએ પ્રજાપતિ સમાજ એ પરચુરણ સમાજ છે તેથી તેમને ટિકિટ મળે નહીં તેવો જવાબ આપ્યો હતો. તેઓ પ્રજાપતિ સમાજને ભલે ટિકિટ ન આપે પરંતુ સમાજને પરચુરણ કહેવાનો હક તેમને નથી. તેમણે પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહી અમારી લાગણી દુભાવી છે, જેથી જો મુખ્યમંત્રી જાહેરમાં માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ પ્રજાપતિ સમાજ ભાજપ છોડી અન્ય પક્ષના સમર્થનમાં મતદાન કરશે. 

જીતુ વાઘાણી જાહેરમાં માફી ન માંગે તો વિધાનસભાની ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા રાજપૂત સમાજની ચીમકી

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કારડીયા રાજપૂતોની માફી માંગીને સમાધાન કરી લીધુ હોવાના અહેવોલ સામે આવ્યા હતા. જોકે ભાજપે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટ કર્યુ હતું કે જીતુ વાઘાણીએ કોઈ માફી માંગી નથી. ભાજપની આ જાહેરાત બાદ ફરી એકવાર ભડકો થયો છે અને કારડીયા રાજપૂતો ફરી મેદાને આવી ગયા છે.

કારડીયા રાજપૂતોએ જાહેરાત કરી છે કે હવે જીતુ વાઘાણી જાહેરમાં રાજપૂતોની માફી માંગે તેથી ઓછુ કંઈજ અમને મંજુર નથી. એટલુ જ નહીં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જીતુ વાઘાણી જાહેરમાં માફી નહીં માંગે તો વિધાનસભાની ચુંટણીમાં સમગ્ર રાજપૂત સમાજ ભાજપની સામે મતદાન કરશે.

બુધેલ ખાતે યોજાયેલ રાજપૂત આગેવાનોની બેઠકમાં આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે જીતુ વાઘાણી માફી માંગે અથવા સમગ્ર રાજપૂત સમાજ ભાજપ છોડી દેશે.

મહત્વનુ છે કે ભાવનગર પશ્ચિમની બેઠક પરથી ધારાસભ્ય એવા જીતુ વાઘાણીએ ભાવનગર નજીકના બુધેલ ગામે કરોડોની ગૌચર જમીન પચાવી પાડવાનો અને તે માટે બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરીને દબાણ કર્યુ હોવાનો આક્ષેપ રાજપૂત સમાજ કરી રહ્યો છે.

દાનસંગભાઈ આ દબાણને વશ ન થતા જીતુ વાઘાણીએ કિન્નાખોરી રાખી તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવ્યા હતા અને ચોરીના ખોટા પોલીસ કેસમાં ફસાવીછ મહિનાની જેલની સજા પણ કરાવી હતી. જેથી રાજપૂત સમાજમાં જીતુ વાઘાણી સામે રોષ જોવા મળી રહ્યો છે. 

વરાછામાં ભાજપ નેતાઓ સામે મહિલાઓનો વિરોધ

સુરતના વરાછા વિસ્તારમાં ગત મોડી રાત્રે ભાજપના સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય પર પાસ કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપનો એક કાર્યકર્તા ઘાયલ થયો હતો. ત્યારે વરાછામાં ભાજપના નેતાઓના વિરુદ્ધમાં હવે સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ છે.  આજે સતત પાંચમાં દિવસે ડોર ટુ ડોર પ્રચાર માટે પહોંચેલ ભાજપ નેતાઓનો પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસ કાફલાના રક્ષણ સાથે પ્રચાર કરી રહેલ ભાજપના નેતાઓ જનતાનગરતિરુપતિવૃંદાવન સહિતની સોસાયટીમાં પહોંચ્યા હતા. જોકેત્યાં તેમનો ઉગ્ર વિરોધ થયો હતો. અત્યાર સુધી ભાજપના નેતાઓ સામે માત્ર યુવાનો જ વિરોધ કરતા હતા. જોકે આજે વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઈ હતીમહિલાઓએ બહાર નીકળી નારેબાજી શરુ કરતા ભાજપ નેતાઓએ ચાલતી પકડી હતી.

ઓબીસીમાં હોવા છતાં લાભ મળતો નથી : વાદી સમાજ

નવસર્જન યાત્રાના અંતિમ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે વહેલી સવારે પાટણથી સીધા હારીજ પહોંચ્યા હતા, જ્યાં રાહુલ ગાંધી પ્રોટોકોલ તોડીને સુરક્ષા વ્યવસ્થાથી અલગ થઈ લોકો વચ્ચે પહોંચ્યા હતા. રસ્તામાં કુણઘેર, અડીયા, બોરતવાડામાં રાહુલ ગાંધીનુ સ્વાગત કરાયુ હતું. ત્યારબાદ રાહુલે હારીજમાં વાદી સમાજ સાથે ચોપાલ યોજી હતી.

વાદી સમાજે પોતાની મુશ્કેલી રાહુલ સામે મુકી હતી. વાદી સમાજે રાહુલ ગાંધી સામે ફરીયાદ કરી હતી કે અમે ઓબીસી સમાજમાં આવતા હોવા છતા સરકાર અમને કોઈ લાભ આપતી નથી. ત્યારે રાહુલે કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં આવાત સમાવી લેવાશે તેવુ આશ્વાસન આપ્યુ હતું. અહીં વાદી સમાજના વિવિધ લોકોએ રાહુલ ગાંધી સમક્ષ પોતાની કળાઓ રજુ કરી હતી. જેમાં એક વ્યક્તિએ રાહુલ ગાંધી સમક્ષ જાદુ કરીને હવામાંથી ૧૦ની નોટ કાઢી બતાવી હતી. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.