વિદેશી સંસ્કૃતિને ગાળો ભાંડતા સાક્ષી મહારાજે નાઇટ ક્લબનું ઉદઘાટન કરી વિવાદમાં ફસાયા

સાક્ષી મહારાજે લખનઉમાં નાઇટ ક્લબનું ઉદઘાટન કર્યું
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 14:52:01 +0530 | UPDATED: Mon, 16 Apr 2018 14:52:01 +0530

લખનઉ

ભાજપ સાંસદ સાક્ષી મહારાજ એક નાઈટ ક્લબનુ ઉદ્‌ઘાટન કરીને વિવાદમાં ફસાય છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજ હંમેશા ભારતીય સંસ્કૃતિની રક્ષા અને પાશ્ચાત સંસ્કૃતિના બહિષ્કાર જેવા વિષયો પર જાહેરમાં ભાષણ આપતા રહે છે. જો કે આ વખતે તેઓ ખૂદ પાશ્ચાત સંસ્કૃતિના પ્રતિકસમાન નાઈટ ક્લબનુ ઉદ્‌ઘાટન કરતા જોવા મળ્યા. તેમના આ પગલા સામે રાજ્યમાં મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે.

સપા પ્રવક્તાએ જણાવ્યુ છે કે બીજા લોકોને ભારતીય સંસ્કૃતિના પાઠ ભણાવનાર પોતે જ શું કરી રહ્યા છે. શું તેના અંગે કંઈ કહે છે. રવિવારે રાત્રે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે લખનઉની એક નાઈટ ક્લબ લેટ્‌સ મીટનુ ઉદ્‌ઘાટન કર્યુ હતું. આ નાઈટ ક્લબ લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલ છે, જેમાં હુક્કાબાર, ડાન્સબાર, બિયર પાર્ટી સહિતના મોજ શોખની બાબતો આવેલ છે.

આ ઉદ્‌ઘાટન અંગે વાંધો ઉઠાવતા સપાના પ્રવક્તા સુનિલસિંહ યાદવે જણાવ્યુ હતું કે પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભાજપના નેતા સાક્ષી મહારાજને હુક્કાબાર, નાઈટ ક્લબ જેવા મોજશોખના અડ્ડાઓનુ ઉદ્‌ઘાટન કરવામાં કોઈ વાંધો નથી. પૂજ્ય સંતોના નામ પર કલંક લગાડનાર આવા ઢોંગીઓ ભોગીનુ જીવન જીવે છે અને વાત હિન્દુત્વની કરે છે. મહત્વનુ છે કે આ પહેલા યોગી સરકારના મંત્રી સ્વાતીસિંહ પણ એક બિયર બારનુ ઉદ્‌ઘાટન કરીને વિવાદોમાં ફસાયા હતા.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.