ભાજપના પ્રદેશ નેતાઓના અપહરણ બાદ છુટકારો

અપહરણ અઠવાગેટ વિસ્તારમાં આવેલ સ્કેટ કોલેજ બહારથી કરવામાં આવ્યુ હતુ
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 22:08:17 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 22:08:17 +0530

સુરત,

સુરતમાં ભાજપ પ્રદેશ કરોબારી સભ્યનુ અપહરણ કરાયા બાદ છુટકારો થયો હતોે. અપહરણ બાદ અપહરણકર્તાઓ ભાજપના નેતાને નાનપુરા ખાતે છોેડીને ભાગી ગયા હતા. રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીકમાં છે. ત્યારે ભાજપના નેતાનુ અપણરણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય સિદ્ધાર્થ વારડેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ અપહરણ અઠવાગેટ વિસ્તારમાં આવેલ સ્કેટ કોલેજ બહારથી કરવામાં આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ હતી. દરમિયાન ભાજપના નેતાને નાનપુરા નજીક છોડીને અપહરકર્તાઓ છોડીને ફરાર થઈ ગયા હતા. જો કે હજી સુધી સિદ્ધાર્થ વારડેનું અપહરણ કેમ કરવામાં આવ્યુ તે હજી સુધી સામે આવ્યુ નથી. પોલીસે આ અંગે તપાસ હાથધરીને અપહરણ કરનારાઓને ઝડપી પાડવા માટે ચક્રોેગતિમાન કર્યા છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.