કલમ-૧૪૪નો જાહેરમાં ભંગ: બોર્ડની પરીક્ષા સ્થળે બેનર-ખેસ સાથે ભાજપનુ માર્કેટિંગ

વિદ્યાર્થીઓને ચોકલેટ અને બોલપેન આપી પરીક્ષાની શુભકામના પાઠવાઈ : મોંઢુ પણ મીઠુ કરાવવામાં આવ્યુ
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 21:46:45 +0530 | UPDATED: Wed, 14 Mar 2018 22:34:33 +0530

કલમ-૧૪૪નો જાહેરમાં થયો ભંગ

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨નીા બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પરંતુ આ પરીક્ષા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હતા અને ૧૪૪ની કલમ લાગુ હોવા છતા ભાજપના કાર્યકરો બેનર અને ખેસ સાથે સ્કુલમાં પહોંચ્યા હતા. રાણીપની નવસર્જન સ્કુલ  ખાતે ભાજપના કાર્યકર્તાઓ ખેસ પહેરીને બેનર સાથે પહોંચી ગયા હતા. ભાજપ કાર્યકર્તાઓએ નિયમનો ઉલ્લંઘન કરીને સ્કુલમાં પ્રવેશી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામના પાઠવી હતી.  માત્ર અમદાવાદમાં જ નહીં પણ સુરતમાં સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ ખેસ પહેરી સ્કુલમાં પહોંચ્યા હતા.

સુરતના કુલ ૧.૬૩ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. સુરતની ૮૪૩ બિલ્ડિંગમાં ૫૫૫૩ બ્લોકમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓનુ આત્મવિશ્વાસ અને મનોબળ વધે તે માટે ભાજપના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓને તિલક કરી તેમનુ સ્વાગત કર્યુ હતું. અનેક સ્થળે વિદ્યાર્થીઓને ચોકલેટ અને બોલપેનનુ વિતરણ કરી શુભકામના પાઠવવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં પણ ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનુ મોઢું મીઠુ કરાવી તેમને ગુલાબ પુષ્પ આપીને તેમનુ સ્વાગત કરાયુ હતું. વહેલી સવારથી જ ભાજપ કાર્યકર્તાઓ બેનરો અને કેસરી ખેસ પહેરીને પરીક્ષા સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.

બોર્ડના છબરડાના : વિદ્યાર્થીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ આંટા મારતા રહ્યા અને પરીક્ષા પુરી થઈ ગઈ: તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જોકે હંમેશાની જેમ છબરડાનો સિલસિલો આ વખતે પણ યથાવત છે. બોર્ડના છબરડાના કારણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ૨૫ વિદ્યાર્થીઓને રઝળી પડવાનો વારો આવ્યો છે.

ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પરીક્ષાની હોલ ટિકિટમાં પાલનપુર અને દાંતાના એડ્રેસ લખવામાં આવ્યા હતા. જેથી પાલનપુર પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીઓને દાંતા મોકલવામાં આવ્યા હતા, પરંતુ દાંતામાં તે શાળાનુ સરનામુ ન મળતા વિદ્યાર્થીઓએ પાલનપુર પરત આવવુ પડ્યુ હતું. જોકે તેઓ પાલનપુર પરત ફરે ત્યાં સુધી પરીક્ષાનો સમય પૂરો થઈ ગયો હતો, જેથી ૨૫ જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા.

આ વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચીને રજુઆત કરી હતી. જેથી જન સંપર્ક અધિકારીએ આ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાશે તેવુ આશ્વાસન આપ્યુ છે. બીજીબાજુ રાજ્યના સચિવે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ મંગાવી છે.

છેલ્લે કેન્દ્ર બદલાતા વિદ્યાર્થીઓ મુંઝાયા

હાલોલના કાલોલ ખાતે છેલ્લી ઘડીએ પરીક્ષાનુ કેન્દ્ર બદલવામાં આવતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. પહેલા વિદ્યાર્થીઓને એમજીએસ હાઈસ્કુલમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યુ હતું. જોકે છેલ્લી ઘડીએ પરિવારનુ કેન્દ્ર બદલીને શાંતિ નિકેતન સ્કુલમાં ફાળવી દેવાયુહતું. જેથી વહેલી સવારે એમજીએસ સ્કુલમાં પરીક્ષા આપવા માટે પહોંચેલ વિદ્યાર્થીઓ અટવાયા હતા. જેથી તેમણે ઈમરજન્સી સ્કુલ વાનની વ્યવસ્થા કરીને શાંતિ નિકેતન સ્કુલ મોકલવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ અટવાયેલા વિદ્યાર્થીઓ દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Also Read: 

દાહોદમાં ધો-૧૦નું ગુજરાતી પેપર ફુટી જતા ચકચાર મચી

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.