બિટકોઈન બાદ રીલાયંસ લાવી શકે છે જિયોકોઈન

જિયોકોઈન પ્રોજેક્ટનુ નેતૃત્વ આકાશ અંબાણીને સોંપવામાં આવશે : ૫૦ પ્રોફેશનલ્સની ટીમ કામે લગાડાઈ શકે છે
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:24:03 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:24:03 +0530

રીલાયંસે હાથ ધરી તૈયારીઓ

તમે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન વિશે તો સાંભળ્યુ જ હશે. જોકે આ બન્ને વર્ચ્યુલ કરન્સી છે. જેમાં હાલમાં જ રોકાણકારોને જોરદાર વળતર આપવામાં આવ્યુ હતું.  જોકે બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને લઈને આરબીઆઈ તરફથી ચેતવણી પણ જાહેર કરવામાં આવેલી છે. જોકે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવ્યા બાદ રીલાયન્સ જિયો પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાની યોજના બનાવી રહ્યુ છે. આ ક્રિપ્ટોકરન્સીનુ નામ જિયો કોઈન રાખવામાં આવશે. અહેવાલમાં જણાવાયુ છે કે આ મહત્વના પ્રોજેક્ટનુ નેતૃત્વ મુકેશ અંબાણી નહીં પરંતુ તેના દીકરા આકાશ અંબાણી કરશે.

સુત્રોના જણાવ્યા મુજબ આકાશ અંબાણીની આગેવાનીમાં ૫૦ પ્રોફેશનલ્સની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમની સરેરાશ ઉંમર ૨૫ વર્ષ હશે. જોકે કંપની તરફથી આ અંગે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. માનવામાં આવી રહ્યુ છે કે રીલાયન્સ જિયોએ આ નિર્ણય વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ચલણને ધ્યાનમાં રાખીને લીધો છે. મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના નેતૃત્વમાં બનનાર ટીમ ક્રિપ્ટોકરન્સી માટે જરુરી બ્લોકચેનનુ નિર્માણ કરશે અને તેની ટેકનીકલી મુદ્દાઓ પર નજર રાખશે. આ સપ્લાઈ ચેનમાં સામેલ થનારા જિયોકોઈનના માધ્યમથી ખરીદ-વેચાણ કરી શકશે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.