બજેટ વધી જતા બિપાશાનો વેબ સીરીઝનો પ્લાન ઠપ થયો

થોડા સમય પહેલા હું એકવાર કેમેરા સમક્ષ ન આવી તેમાં તો તમે(મીડિયા) મોટો ઈશ્યુ કરી દીધો : બિપાશા
By: admin   PUBLISHED: Wed, 06 Sep 2017 19:51:57 +0530 | UPDATED: Wed, 06 Sep 2017 19:51:57 +0530

ખૂદ અભિનેત્રીએ આપી માહિતી

બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ લગ્ન બાદથી ઘરે કામ વિના બેઠી છે. હાલમાં જ તે અભિનેત્રી શમિતા શેટ્ટીની વેબ સીરીઝની સ્ક્રીનિંગમાં પહોંચી, જ્યાં તેણે ગત દિવસોમાં ફોટા પડાવવાથી ભાગવાનું કારણ બતાવ્યુ. બિપાશાએ એ પણ જણાવ્યુ કે, તે પણ એક વેબ સીરીઝનો પ્લાનિંગ કરી રહી હતી, પરંતુ પ્રોજેક્ટના ઓવર બજેટના કારણે તેણે હાલ આ વેબ સીરીઝને પડતી મુકી છે અને અત્યારે તે પ્લાન ઠપ થઈ ગયો છે.

આ ઉપરાંત બિપાશાએ ફોટા ન પડાવવાનુ કારણ બતાવતા જણાવ્યુ કે, તમે મીડિયાવાળા તો ન જાણે કેવા-કેવા ન્યુઝ બનાવી દો છો, એકવાર ફોટા ન પડાવ્યા તેમા તો મોટો ઈશ્યુ બનાવી દીધો. હું દર વખતે તમારી સાથે સામેથી વાત કરું જ છુ, પણ ક્યારેક એવુ એકાદ વખત થઈ જાય કે સામે આવવાનુ ન ગમે. એનો મતલબ એ નથી કે હું કેમેરાથી ભાગુ છું. મેં તે સમયે બહુ ખાધુ હતુ જેથી ઊંઘ આવતી હતી એટલે જ હું કેમેરા સામે આવી ન શકી.

 બિપાશાએ પોતાના પતિ કરણસિંહ ગ્રોવર અંગે વાત કરતા જણાવ્યુ કે, મારા પતિ કરણસિંહ અત્યારે પોતાની આગામી ફિલ્મ ફિરકીને લઈ ખૂબ જ ઉત્સુક છે અને તે આ ફિલ્મના શુટિંગ માટે ૪૫ દિવસ સુધી લંડનમાં રહેશે. ત્યાં તેઓ અત્યારે ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે અને અહીં હું તેમને ખૂબ યાદ કરી રહી છું.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.