ભાગેડુ આર્થિક અપરાધ બિલ રોકી શકશે નિરવ-માલ્યા જેવા કેસ?

બિલની જોગવાઈનો દુરુપયોગ થવાની પણ આશંકા
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 16:52:17 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 16:52:17 +0530

ભારતમાં કૌભાંડ કરી વિદેશી નાગરીક્તા મેળવી લેતા લોકો સામેની કાર્યવાહીમાં ઉભી થતી અડચણો બિલ બાદ પણ યથાવત રહેવાની

દેશમાં વધી રહેલ બેંક છેતરપીંડીના કેસો અને નિરવ મોદી, વિજય માલ્યા જેવા બેંકોના નાણાં લઈ વિદેશમાં ભાગી જતા અપરાધીઓને રોકવા માટે મોદી સરકારે આર્થિક અપરાધ વિધેયક ૨૦૧૮ તૈયાર કર્યો છે. નાણાં રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લાએ લોકસભામાં આ બિલ રજુ કર્યુ હતું. આ બિલ પર સંસદમાં હવે ચર્ચા થવાની છે. તેમજ તેને પાસ કરાવવા માટે સરકાર પોતાની તમામ તાકાત કામે લગાડશે. આ માટે ભાજપે આગામી ૩ દિવસ સુધી પોતના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા ફરમાન જાહેર કર્યુ છે.

આ બિલ ખૂબ જ મહત્વનુ મનાઈ રહ્યુ છે. તેમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ, ભાગેડુ જાહેર થયા બાદ સ્પેશિયલ કોર્ટ દ્વારા વ્યક્તિની ભારત અથવા ભારત બહારની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવી શકે છે. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધુની રકમના આવા અપરાધીઓ કે જે ફરાર છે અથવા ભારતીય કાયદાઓથી બચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમની સંપત્તિ અને સંશાધનો જપ્ત કરી શકાશે. આ ઉપરાંત કોઈપણ ભાગેડુ આરોપીને પોતાનો બચાવ રજુ કરવાની તક પણ મળશે નહીં.

આ બિલ લાવવા પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે, છેલ્લા કેટલાક સમયથી આવા અનેક કેસ સામે આવ્યા છે કે જે જેમાં લોકો આર્થિક અપરાધની દંડની કાર્યવાહી શરુ થવાની સંભાવના દરમિયાન ભારતીય કોર્ટના અધિકારી ક્ષેત્રથી પલાયન થઈ જાય છે. ત્યારબાદ કોર્ટમાં આવા અપરાધીઓ હાજર થતા નથી. જેના કારણે મોટુ નુકશાન સહન કરવુ પડી શકે છે. સમગ્ર કેસની તપાસ અવરોધાઈ છે. કોર્ટનો સમય પણ બગડે છે. તેમજ તેનાથી ભારતમાં ન્યાયનુ શાસન નબળુ પડે છે. આ સમસ્યાના સમાધાન માટે અને આર્થિક અપરાધીઓને ભારતીય કોર્ટના સત્તાવાર વિસ્તારથી બહાર હોય તો પણ ભારતીય કાયદાની પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી કરી શકાય તે માટેનો છે.

સરકાર દાવો કરી રહી છે કે, આ બિલ આર્થિક અપરાધીઓને રોકવા માટે માસ્ટર સ્ટોક સાબિત થશે. જોકે, વિપક્ષોને તે મુદ્દે અનેક વિરોધ છે. બીજેડી સાંસદ ભતૃહરી મહતાબે આ બિલની કેટલીક જોગવાઈનો વિરોધ કરતા તેનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમજ સરકારને આ બિલ ફરી તૈયાર કરવાની સલાહ આપી છે. જોકે નાણાં રાજ્ય મંત્રી શિવપ્રતાપ શુક્લાનુ કહેવુ છે કે આ વિરોધ નિરાધાર છે. દેશમાં આર્થિક અપરાધ કરવો અને બેંકો સાથે છેતરપીંડી કરીને પૈસા લઈ વિદેશમાં ભાગી જતા લોકો સામે આ બિલ સરકારને લીગલ એક્શનનો આધાર આપશે. જેના આધાર પર સરકાર અન્ય દેશોને જરુરી કાર્યવાહી માટે વિનંતી કરી શકશે. જોકે, બીજા દેશોના કાયદાઓના કારણે ત્યાંની નાગરીક્તા લેનાર લોકોને મળતી સુરક્ષાનો સામનો  કરવો મોટો પડકાર બની રહેશે.

તાજેતરમાં જ વિજય માલ્યાના કેસમાં આવી અનેક અડચણ સામે આવી છે. માલ્યા પાસે વિદેશી નાગરીક્તા છે, જેના કારણે સ્થાનિક દેશોના કાયદાઓથી તેને સુરક્ષા મળે છે. પરિણામે ભારતીય એજન્સીઓ ઈચ્છવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરી શક્તી નથી. આજ રીતે નિરવ મોદી પણ પોતાની નાગરીક્તામાં એનઆરઆઈ સ્ટેટસ કરાવી ચુક્યો છે. હવે દેશથી ફરાર થયેલ આ આરોપીઓ સામે કાર્યવાહી સરળ નથી. ત્યારે આ પ્રકારની સમસ્યાઓ તો આ બિલ અમલી બન્યા બાદ પણ યથાવત રહેવાની. જેથી બિલ વધુ અસરકારક બનવાનુ નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.