નીતિશની જ રહેશે જેડીયુ, શરદ યાદવનો દાવો ફગાવાયો

શરદ યાદવ અને અલી અનવરની રાજ્યસભાની સભ્યતા પર પણ ખતરો : એક સપ્તાહમાં આપવો પડશે જવાબ
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:12:11 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:12:11 +0530

ચુંટણીપંચ દ્વારા ફગાવી દેવાયો શરદનો દાવો

જેડીયુ પાર્ટી પર દાવાને લઈને શરદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં મહાગઠબંધન તુટ્યા બાદ શરદ યાદવ દ્વારા જેડીયુ પાર્ટી પર કરાયેલ દાવાને ચુંટણીપંચે ફગાવી દીધો છે. શરદ યાદવે જેડીયુ પાર્ટીના નામ અને ચુંટણી ચિહ્ન પર પોતાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે દેશના મોટાભાગના રાજ્યની પાર્ટી કમિટીનું સમર્થન તેમની સાથે છે. જોકે, શરદ યાદવ ગ્રુપ દ્વારા પાર્ટી પર પોતાનો દાવો સાબિત કરવા જરૂરી દસ્તાવેજ રજુ ન કરી શકાતા ચુંટણીપંચે તેમના દાવાને ફગાવી દીધો છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે હવે જેડીયુ પાર્ટી નીતિશકુમાર પાસે જ રહેશે. મહત્વનુ છે કે રાજ્યસભાના સચિવ શરદ યાદવ અને અલી અનવરને નોટિસ પાઠવી ચુક્યા છે.

આ નોટિસમાં રાજ્યસભા સચિવે બન્ને સાંસદો પાસે નીતિશકુમાર દ્વારા કરાયેલ દાવા પર જવાબ માંગ્યો છે. નીતિશકુમારે આ બન્ને સાંસદોનુ સભ્ય પદ રદ્દ કરવાની માંગ કરી છે. જે સંદર્ભે બન્નેએ હવે એક સપ્તાહમાં પોતાનો જવાબ રાજ્યસભાના સચિવ સમક્ષ રજુ કરવો પડશે. રાજ્યસભાના સચિવ તરફથી નોટિસ મળ્યા બાદ અલી અનવરે જણાવ્યુ હતું કે, અમારો જવાબ પહેલાથી તૈયાર છે. માત્ર અમે પાર્ટી પર ચુંટણીપંચના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. હવે ચુંટણીપંચનો નિર્ણય આવી ગયો છે ત્યારે અમે પોતાનો જવાબ પણ આપી દઈશું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.