ટીમ વિના એક સપ્તાહ સુધી ચંબલમાં રહેશે ભૂમિ પેડનેકર

ચંબલના ડાકુઓ પર આધારીત ફિલ્મ સોન ચિરૈયામાં ભૂમિ ૭૦ના દાયકાની એક મહિલાનુ પાત્ર ભજવશે
By: admin   PUBLISHED: Thu, 11 Jan 2018 14:08:23 +0530 | UPDATED: Thu, 11 Jan 2018 14:08:23 +0530

પોતાના પાત્રને ન્યાય આપવા માટે

દમ લગા કે હઈશાથી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરનાર અભિનેત્રી ભૂમિ પેડનેકર અત્યારે વ્યસ્ત કલાકારો પૈકીની એક છે. તાજેતરમાં રીલીઝ થયેલી તેની ફિલ્મ ટોયલેટ : એક પ્રેમ કથા અને શુભ મંગલ સાવધાન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. ત્યારે તે હવે ડાયરેક્ટર અભિષેક ચોબેની સોન ચિરૈયા ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે સુશાતસિંહ રાજપુત સાથે નજરે પડશે. ફિલ્મનું ટાઈટલ હજી ફાઈનલ કરાયુ નથી, પરંતુ વર્કિંગ ટાઈટલ સોન ચિરૈયા રખાયુ છે.

આ અંગે ભૂમિએ જણાવ્યુ હતું કે સોન ચિરૈયા અંગે હું વધુ કંઈ કહી શકુ તેમ નથી પણ આ એક પડકારજનક ફિલ્મ છે અને અમે ટૂંક સમયમાં તેનુ શુટિંગ શરુ કરવા જઈ રહ્યા છીએ. ભૂમિએ ઉમેર્યુ હતું કે જે ડાયરેક્ટરો સાથે હું કામ કરવા ઇચ્છતી હતી અભિષેક ચૌબે તે પૈકીના એક છે.  જેથી હું તેમની સાથે કામ કરવાને લઈ ઉત્સાહિત છું. ફિલ્મની વાર્તા ચંબલના ડાકુ અને ૧૯૭૦ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. પોતાના પાત્રને ન્યાય આપવા માટે ભૂમિ ચંબલના એક ગામમાં એક સપ્તાહ સુધી વસવાટ કરશે.

ફિલ્મનું શુટિંગ પણ ચંબલમાં જ કરવામાં આવશે, જેથી ભૂમિએ ચંબલની ખીણ અને પોતાના પાત્રને સમજવા ચંબલમાં એકલા જ રોકાવાનો નિર્ણય કર્યો છે.  ભૂમિનુ માનવુ છે કે પોતાના પાત્રોની તૈયારી માટે અને તેને સારી રીતે સમજવા ત્યાં રહેવુ ખૂબ મહત્વનુ છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.