પથદર્શકને પણ ‘પથ’ પરથી વિચલીત કરતો મહારોગ ડિપ્રેશન

આધ્યાત્મિક ગુરુ પણ ડિપ્રેશનથી મુક્ત નથી
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 18:52:36 +0530 | UPDATED: Thu, 14 Jun 2018 16:27:19 +0530

ભારતમાં ૫.૬૬ કરોડથી વધુ લોકો ડિપ્રેશનનો ભોગ બનેલા છે, કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા ૪૨.૫ ટકા લોકો અત્યારે ડિપ્રેશનનો શિકાર બન્યા છે

સમાજમાં આધ્યાત્મિક ગુરુઓનુ સ્થાન સૌથી ઊંચુ રહેલુ છે. તેમને તમામ સંસારીક ચિંતાઓથી મુક્ત માનવામાં આવે છે. તેમ છતાં ભેય્યુજી મહારાજ જેવા આધ્યાત્મિક ગુરુ તણાવના કારણે આત્મહત્યા કરે તે બાબત ચોક્કસ વિચાર માંગી લે તેવી છે. ભેય્યુજી મહારાજે માત્ર છ લાઈનની એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે પોતે તણાવના કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આપણા સમાજમાં આધ્યાત્મિક ગુરુ એક જીપીએસ એટલે કે દિશા સૂચક યંત્ર જેવા હોય છે, જેઓ જીંદગીથી ભટકી ચુકેલ લોકોને માર્ગ બતાવે છે. પરંતુ જ્યારે ગુરુ પોતાના માટે જ માર્ગ શોધી ન શકે અને આત્મહત્યા કરવા સુધી પ્રેરાય તે જોઈને દુઃખની સાથે આશ્ચર્ય પણ થાય છે. ભેય્યુજી મહારાજની સુસાઈડ નોટ પરથી એવુ લાગે છે કે તેમને પોતાના જ જીવનમાં કોઈ માર્ગ મળી રહ્યો નહતો, આ આત્મહત્યાનુ મોટુ કારણ ડિપ્રેશન છે. ડિપ્રેશન એ માત્ર કોઈ આધ્યાત્મિક ગુરુની નહીં પણ આજે ભારતના મોટાભાગના લોકોની સમસ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ ૨૦૧૫ સુધીમાં ભારતમાં ૫ કરોડ ૬૬ લાખ લોકો ડિપ્રેશનનો ભોગ બનેલ છે. જે ભારતની કુલ વસ્તીના ૪.૫ ટકા જેટલા થાય છે. જ્યારે ૩૬ ટકા ભારતીય લોકો પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા ૪૨.૫ ટકા લોકો ડિપ્રેશનનો ભોગ બનેલ છે. દેશમાં આત્મહત્યા પાછળનુ સૌથી મોટુ કારણ આ ડિપ્રેશન છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે ૭,૮૮,૦૦૦ લોકો આત્મહત્યા કરે છે. જેમાંથી છઠ્ઠા ભાગના ભારતીય હોય છે. ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન ભારતમાં ૬,૭૧,૧૧૮ લોકોએ આત્મહત્યા કરી હતી.

ડબ્લ્યુએચઓએ ભારતને દક્ષિણ પૂર્વ એશિયાનુ સુસાઈડ કેપિટલ જાહેર કર્યુ છે. જેમાં સૌથી મોટા વિલનની ભૂમિકા ભજવી રહ્યુ છે ડિપ્રેશન.ડિપ્રેશનનો ભોગ સમાજના ઉચ્ચ વર્ગના લોકો વધુ બની રહ્યા છે. આ લોકો આર્થિક રીતે સંપન્ન હોય છે તેમજ જીવનમાં અન્ય કોઈ સમસ્યા પણ હોતી નથી તેમ છતાં એકાંકીપણુ, કામનો બોજ જેવી સમસ્યાના કારણે તેઓ ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે.

સકારાત્મક વિચાર અને વાતચીત દ્વારા જીવનમાં દરેક મુશ્કેલીને હરાવી શકાય છે. પરંતુ આજે સોશિયલ મીડિયાના યુગમાં સામાજિક સંબંધો તુટી રહ્યા છે. જેના કારણે લોકો એકલા પડીને ડિપ્રેશનનો ભોગ બને છે. તાજેતરમાં ફ્રાંસની એક હોટલમાં અમેરીકાની ટોચની સેલિબ્રીટી શેફ એંથની બોર્ડને પણ આત્મહત્યા કરી લીધી હતી. તેઓ ૬૧ વર્ષના હતા અને ડિપ્રેશનનો ભોગ બન્યા હતા.

આ ઉપરાંત અમેરિકાની જાણીતી ફેશન ડિઝાઈનર કેટ સ્પેડે પણ થોડા દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે એવા સમયે આત્મહત્યા કરે છે જ્યારે તેઓ પોતાની કારકિર્દીની સફળતાના ટોચ પર હોય છે.

આવા લોકોમાં લિંકન પાર્ક બેંડથી જાણીતા બનેલ ગાયક ચેસ્ટર બેનિંગ્ટને પણ જુલાઈ ૨૦૧૭માં આત્મહત્યા કરી હતી. ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેતા રોબિન વિલિયમ્સને ઓગસ્ટ ૨૦૧૪માં આત્મહત્યા કરી હતી. એપ્રિલ ૧૯૯૪માં જાણીતા ગાયક કર્ટ કોબિને માત્ર ૨૭ વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી. આ તમામ લોકો ડિપ્રેશનનો ભોગ હતા. જીવનમાં અત્યારે અનેક પ્રકારની ચિંતાઓ છે પરંતુ તેને ગંભીરતાથી લઈને ડિપ્રેશનનો ભોગ બની આત્મહત્યા કરી લેતા હોય છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.