બીજી પત્નિ અને દીકરીના કંકાસથી કંટાળ્યા હતા ભૈયુજી મહારાજ,સંપત્તિના પાવર આપ્યા સેવકને

ભૈયુજી મહારાજે સંપત્તિના પાવર તેમના વફાદાર સેવાદાર વિનાયકને આપ્યા
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Jun 2018 17:48:03 +0530 | UPDATED: Fri, 15 Jun 2018 18:07:51 +0530

ઇન્દોર 

આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજની આત્મહત્યા મામલે એક નવો ખુલાસો થયો છે.મંગળવારે ભૈયુજીએ આત્મહત્યા કર્યા પછી હવે પોલિસને એક વધુ સ્યુસાઇડ નોટ મળી છે,જેમાં ભૈયુજીએ તેમન સંપત્તિ,બેંક એકાઉન્ટ માટેના પાવર માટે તેમના સેવક વિનાયકનું નામ લખ્યું છે.વિનાયક છેલ્લાં 15 વર્ષથી ભૈયુજી મહારાજ સાથે રહે છે અને તેમને સૌથી નજીકનો સેવાદાર માનવામાં આવે છે.

ભૈયુજી મહારાજે આત્મહત્યા કરતાં પહેલાં સ્યુસાઇડ નોટ લખી છે જેના બીજા પાના પર તેમણે તેમના બેંક અકાઉન્ટ,પ્રોપર્ટી અને ફાઇનાન્સની સહીઓના પાવર વિનાયકને આપ્યાં છે.ભૈયુજીએ લખ્યું છે કે વિનાયક પર હું ભરોસો મુકું છું અને કોઇના દબાણમાં આવ્યાં વગર આવું કરી રહ્યો છું.

ભૈયુજીના મૃત્યુના 20 કલાક પછી જે તથ્ય સામે આવ્યા છે તેનાથી પૃષ્ટિ થાય છે કે તેમણે પોતાના પહેલા પત્નીની દીકરી અને બીજી પત્ની વચ્ચે ચાલી રહેલા કંકાસને કારણે તેમણે જીવ ગુમાવવો પડ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પરિવારના સૂત્રોથી જાણવા મળ્યું કે ભૈયુજી મહારાજના પહેલા પત્નીની દીકરી કુહૂ અને બીજા પત્ની ડોક્ટર આયુષી વચ્ચેના સંબંધ તણાવ વાળા હતા અને તેના કારણે ભૈયુજી અત્યંત પરેશાન હતા. મંગળવારે કુહૂ પુનાથી ઈન્દોર આવવાની હતી. દિવસે ભૈયુજી તેના રુમમાં ગયા અને રુમ અસ્તવ્યસ્ત દેખાયો. તેમણે નોકરોને આ બાબતે ધમકાવ્યા. તે સમયે તેમના પત્ની ડોક્ટર આયુષી ઘરમાં નહોતા. થોડાક સમય પછી તેમણે તે જ રુમમાં આત્મહત્યા કરી.

આ પોલિસ અધિકારીના કહેવા પ્રમાણે સાવકી માતા અને દીકરી વચ્ચેના સંબંધો એટલા કડવા હતા કે દીકરીએ ઘરે આવતાની સાથે જ પોલીસને કહ્યું કે ડોક્ટર આયુષીને કારણે મારા પિતાએ આત્મહત્યા કરી છે. તેમને જેલમાં બંધ કરી દો. તેણે ઘરમાં મુકેલી આયુષીની તસવીરોને તોડી કાઢી. પોલીસે માંડમાંડ તેને રોકી.

ડોક્ટર આયુષીએ પણ માન્યું કે કુહૂ તેમને પસંદ નહોતી કરતી એટલે મારી દીકરીના જન્મ પછી હું મારી માતાના ઘરે રહેવા જતી રહી હતી

આયુષીના કહેવા પ્રમાણે મંગળવારના રોજ પણ બધું સામાન્ય હતું. દરરોજની જેમ ઉઠ્યા અને પૂજા કરી અને નાસ્તો કર્યો. તેમણે બપોરે ફણસનું શાક ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. શાકની વ્યવસ્થા કરીને હું કોલેજ જતી રહી. પાછી ફરી તો ખબર પડી કે ગુરુજી કુહુના રુમમાં છે. જ્યારે રુમનો દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ ન મળ્યો. પછી દરવાજો તોડીને જોયું તો અંદર લોહી વહી રહ્યુ હતું, બંદૂક બાજુમાં હતી, ગુરુજી બેભાન હતા.

પોલિસે ભૈયુજી મહારાજનું લેપટોપ,મોબાઇલ અને જે રિવોલ્વરથી આત્મહત્યા કરી તે જપ્ત કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.