સ્પેનિશ ફુટબોલ લીગ : મેસીની હેટ્રિકથી જીતી ગયુ બાર્સિલોના

લા લીગામાં એસ્પેનયોલને ૫-૦થી કચડી નાખ્યુ
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 17:53:45 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 17:53:45 +0530

ટૂર્નામેન્ટમાં ટોચના સ્થાને બાર્સિલોના

સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીની શાનદાર હેટ્રિકની મદદથી બાર્સિલોનએ સ્પેનિશ ફુટબોલ લીગ લા લીગામાં એસ્પેનયોલને ૫-૦થી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાનુ ટોચનુ સ્થાન જાળવી રાખ્યુ છે. બાર્સિલોનાએ ત્રણ મેચ રમતા ત્રણેય મેચ જીતીને ૯ પોઈન્ટ મેળળીને પોતાનુ ટોચનુ સ્થાન યથાવત રાખ્યુ છે, જ્યારે એસ્પેનયોલ ત્રણ મેચમાં એક ડ્રો, બે હાર અને એક પોઈન્ટની સાથે ૧૫માં ક્રમાંકે છે.

મેસ્સીએ મેચની ૨૬મી મિનિટમાં ઈવાન રેકીટિકના પાસ પર શાનદાર ગોલ ફટકારીને ટીમનુ ખાતુ ખોલ્યુ. આના ૧૦ મિનિટ બાદમાં મેસ્સીએ જાર્ડી અલ્બાની મદદથી પોતાનો બીજા ગોલ કરીને બાર્સિલોનાને ૨-૦થી આગળ કરી દીધી.

એસ્પેનયોલની ટીમ પ્રથમ હાફમાં વાપસીનો પ્રયત્ન કરતી રહી, પરંતુ બાર્સિલોના પ્રથમ હાફ સુધી ૨-૦થી આગળ રહી. બીજા હાફમાં મેસ્સીએ ફરી એકવાર અલ્બાની મદદથી ગોલ કર્યો અને ૭૨૮૫૭ દર્શકોની હાજરીમાં પોતાની હેટ્રીક પુરી કરી. આ દરમિયાન મેચમાં ૦-૩થી પાછળ રહેલ એસ્પેનયોલે પણ ગોલ કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓે આમ કરવામાં નિષ્ફળ રહ્યા.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.