સ્કોટલેન્ડ કાઉન્ટી લીગમાં નહી રમી શકે એસ શ્રીસંત

સ્કોટલેન્ડ તરફથી ભવિષ્યમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમાવાની હતી શ્રીસંતની યોજના: કોર્ટે ન આપી રાહત
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 13:58:45 +0530 | UPDATED: Wed, 16 May 2018 13:58:45 +0530

મંજુરી આપવાનો સુપ્રિમનો ઈન્કાર

ક્રિકેટર એસ શ્રીસંતને કોઈ રાહત મળી શકી નથી. કોર્ટે શ્રીસંતને સ્કોટલ્ન્ડ કાઉન્ટી લીગની મેચમાં રમવા માટે મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. શ્રીસંત સ્કોટલેન્ડ તરફથી રમવા માંગતો હતો. શ્રીસંતે કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે ભારતમાં નહી તો વિદેશમમા તેને રમવા માટેની મંજુરી આપવામાં આવે.

શ્રીસંત તરફથી કહેવામાં આવ્યુ હતુ કે માત્ર ત્રણ મહીના સુધી જ આ લીગ ચાલવાની છે. જેથી તેની કાર્કિદીને ધ્યાનમાં રાખીને આ લીગમાં રમવા માટેની મંજુરી આપવામાં આવે. જ્યારે બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે નીચલી કોર્ટ તફથી શ્રીસંતને સ્પોટ્‌ર્સ ફિક્સીંગ કેસમાં જે રાહત આપવામાં આવી હતી તે મામલો અત્યારે હાઈકોર્ટમાં પડતર છે. તેમજ તે કેસનો ચુકાદો જુલાઈ મહિના સુધીમાં આવે તેવી શક્યતા છે. જેથી જ્યાં સુધી કોર્ટનો ચુકાદો આવે નહી ત્યાં સુધી શ્રીસાંત પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી શકાય નહી.

આ ઉપરાંત શ્રીસંતે પોતાની સામે બીસીસીઆઈ દ્વારા મુકવામાં આવેલ આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલ છે. અરજીમાં શ્રીસંતે રજુઆત કરી છે કે આ પ્રતિબંધ એક ખેલાડી તરીકે અને તેના સ્વમાનના મૌલીક અધિકારના ભંગ સમાન છે.

મહત્વનુ છે કે આઈપીએલ સ્પોટ્‌ર્સ ફિક્સીંગ મામલે શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવેલ છે. હાઈકોર્ટે આ પ્રતિબંધ હટાવી લીધો હતો. જો કે પુનઃવિચારણા અરજી થતા ફરી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જે અંગે સુપ્રિમ કોર્ટમાં ઓગષ્ટ મહિનામાં સુનાવણી હાથ ધરાશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.