એક રાજ્ય, એક વોટમાં ફેરફાર કરતુ સુપ્રીમ કોર્ટ

મુંબઈ, સૌરાષ્ટ્ર, વડોદરા તથા વિદર્ભના ક્રિકેટ સંઘોના બોર્ડને પૂર્ણ સભ્યતા
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:04:54 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 22:04:54 +0530

બીસીસીઆઈના બંધારણને એસસીની મંજુરી

સુપ્રીમ કોર્ટે આજે બીસીસીઆઈના બંધારણ પર નિર્ણય આપ્યો છે. બીસીસીઆઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે એક રાજ્ય એક વોટમાં ફેરફાર કર્યો છે. કોર્ટના એક રાજ્ય એક વોટમાં ફેરફાર સાથે મુંબઈ, સૌરાષ્ટ્ર, વડોદરા તથા વિદર્ભના ક્રિકેટ સંઘોના બોર્ડને પૂર્ણ સભ્યતા પ્રદાન કરવામાં આવી.  કુલિંગ પીરિયડ હવે ત્રણ વર્ષથી વધારીને બે ટર્મ એટલે કે ૬ વર્ષનો કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રેલવે, ટ્રાઈ સર્વિસેજ અને ભારતીય વિશ્વવિદ્યાલયોની સંઘ માટે પણ પૂર્ણ સભ્યતા આપી છે.

સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ પાસેથી બીસીસીઆઈના સ્વીકૃત બંધારણને ચાર સપ્તાહની અંદર પોતાના રેકોર્ડમાં લેવાનો નિર્દેશ આપ્યો. પીઠમાં ન્યાયમૂર્તિ એએમ ખાનવિલ્કર અને ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચૂડ પણ સામેલ હતા. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈથી પરિવર્તિત બંધારણને ચાર સપ્તાહની અંદર રજિસ્ટર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ રાજ્યો અને અન્ય સભ્ય એસોસીએશનને ૩૦ દિવસની અંદર રજિસ્ટર કરવા માટે જણાવ્યુ છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમે ટિપ્પણી કરી હતી કે, લોઢા કમિટીના કુલિંગ ઓફની ભલામણને અમે નથી માનતા, અમે બીસીસીઆઈની ભલામણને માનવા તૈયાર છીએ. ૭૦ વર્ષની ઉંમરની કૈપ પર સુપ્રીમે ચર્ચા દરમિયાન વરીષ્ઠ વકિલ રંજીતકુમારે જણાવ્યુ કે, જજ રીટાયર્ડ થઈને ૭૦ વર્ષની ઉંમરમાં અધ્યક્ષતા કરી રહ્યા છે. આ મામલે જસ્ટિસ એમ ખાનવિલકરે જણાવ્યુ કે, અધ્યક્ષતા કંઈ રમત નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.