કાલે વડાપ્રધાન અમદાવાદ સહિત ૪ સભાઓ સંબોધશે

વડાપ્રધાન બે દિવસના ગુજરાત ચુંટણી પ્રચારે
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 13:51:25 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 17:05:26 +0530

પોતાના ગૃહરાજ્યમાં જ સત્તા ટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. સમાજના વિવિધ વર્ગો તરફથી મળી રહેલ પડકાર અને સત્તા વિરોધી લહેરના કારણે વડાપ્રધાન મોદીએ પોતાનુ પ્રચાર અભિયાન વધુ વેગવંતુ બનાવ્યુ છે. ત્યારે આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના ચુંટણી પ્રચારે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ બીજા તબક્કાની બેઠક પર ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરશે. તેમજ નવ ડિસેમ્બરે  ત્યારે પ્રથમ તબક્કાનુ મતદાન થતુ હશે ત્યારે પણ વડાપ્રધાન મોદી ચાર જાહેરસભાને સંબોધશે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચુંટણી બાદ વડાપ્રધાન પ્રથમ વખત આટલા ઝનુન સાથે ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા વડાપ્રધાનની ચુંટણી સભાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે, જે નીચે મુજબ છે.

૮ ડિસેમ્બર

•             સવારે ૧૧ઃ૦૦ કલાકે ભાભરમાં જનસભા સંબોધશે

•             બપોરે ૧૨ઃ૩૦ કલાકે કલોલમાં જનસભા સંબોધશે

•             બપોરે ૨ઃ૩૦ કલાકે હિમ્મતનગરમાં જનસભાને સંબોધશે

•             સાંજે ૪ઃ૦૦ કલાકે અમદાવાદના વટવામાં જાહેરસભા સંબોધશે

૯ ડિસેમ્બર

•             સવારે ૯ઃ૩૦ કલાકે લુણાવાડા ખાતે જનસભા સંબોધશે

•             સવારે ૧૧ઃ૦૦ કલાકે બોડેલી ખાતે જનસભા સંબોધશે

•             બપોરે ૧૨ઃ૦૦ કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે

•             બપોરે ૩ઃ૦૦ કલાકે મહેસાણામાં જનસભા સંબોધશે

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.