વાપીના વેપારીએ બેંકને લગાડ્યો ૨૫ કરોડ રુપિયાનો ચુનો

બેંક ઓફ ઈન્ડિયા, અંધેરી, મુંબઈની બ્રાંચને ૨૫ કરોડ રુપિયાનો ચુનો લગાવ્યો
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 02:42:00 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 02:42:00 +0530

વાપી,

નિરવ મોદી બાદ વધુ એક ગુજરાતીએ સરકારી બેંકને કરોડો રુપિયાનો ચુનો લગાડ્યો હોવાની માહિતી સામે આવી છે. વાપીના એક વેપારીએ આશરે ૨૫ કરોડનો ચુનો બેંક ઓફ ઈન્ડિયાને લગાડ્યો હોવાની વાત સામે આવી છે. આ સાથે વાપીમાંથી વધુ કેટલાક આર્થિક કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતા છે.

એક અગ્રણી ગુજરાતી ન્યુઝ વેબસાઈટના જણાવ્યા મુજબ વાપીના કેતન જયંતિલાલ શાહ નામના વ્યક્તિએ પોતાના બે ભાઈ સાથે મળીને બેંક ઓફ ઈન્ડિયા, અંધેરી, મુંબઈની બ્રાંચને ૨૫ કરોડ રુપિયાનો ચુનો લગાવ્યો છે. ખેતીની જમીન થર્ડ પાર્ટીને મોર્ગેજ કરી કેતને રુપિયા ૨૫ કરોડની લોન બેંક ઓફ ઈન્ડિયાથી પાસેથી મેળવી હતી. હવે આ પાર્ટી ઉઠી ગઈ છે.

થોડા દિવસ પહેલા આ મામલે સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયાના એજીએમ અને ડીજીએમની ધરપકડ કરી હતી. સુત્રોનું કહેવુ છે કે આ કંપનીએ ૨૦૦૯માં બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ૨૫ કરોડની લોન લીધી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.