બેંકમાં રહેલ નાણાંની ગેંરટર સરકાર જ રહેશે : અહેવાલ

સરકારે ફાઈનાન્સિયલ રેઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ બિલ ૨૦૧૭ને ટાળવાનો નિર્ણય લીધો છે
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:24:15 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 22:24:15 +0530

સરકારે એફઆરડીઆઈ બિલ ફગાવ્યુ

શું આપને ખબર છે કે બેંકમાં તમારા કેટલા પૈસા સુરક્ષિત છે? મોદી સરકારના એક વિશેષ કાયદામાં ફેરફાર ન કરવાના કારણે હવે બેંકોમાં રહેલ આપના પૈસા વધુ સુરક્ષિત થઈ ગયા છે. એફઆરડીઆઈ બિલને મોદી સરકારે ફગાવી દીધુ છે, જેથી હવે બેંકોમાં જમા રુપિયા પર તમારો જ હક રહેશે. હકીકતમાં મોદી સરકારે એક વિશેષ કાયદામાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. કારણકે સરકાર બેંકોમાં જમા તમારા પૈસાની ગેરંટર છે. કાયદા મુજબ બેંક અને સરકાર બન્ને તમારા પૈસાની સુરક્ષા માટે બાધ્ય છે.

સરકારે ફાઈનાન્સિયલ રેઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ (એફઆરડીઆઈ) બિલ ૨૦૧૭ને ટાળવાનો નિર્ણય લીધો છે. આ એ જ બિલ છે જેને લઈ છેલ્લા કેટલાક સમયથી કેટલાક બેંક ખાતાધારકોની ચિંતા વધી ગઈ હતી. આ અંગેના અનેક અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ જો આ બિલ પાસ થઈ જાત તો સરકારની બેંકોના ગેરેન્ટર તરીકેની જવાબદારી સંપૂર્ણપણે ખતમ થઈ જાત.

મહત્વનુ છે કે આ બિલથી બેંકોની ફાઈનાન્સિયલ હાલત ખરાબ હોવાના સંજોગોમાં બેંકોને ગ્રાહકોને પૈસા પાછા આપવાની ના પાડવાનો અધિકાર મળી જતો. આ સાથે જ બેંક તેના બદલે શેર કે બોન્ડ ઓફર કરી શકતી હતી. જોકે અંતે સરકારે બેંક ખાતાધારકોના પક્ષમાં નિર્ણય લેતા કરોડો બેંક ખાતાધારકોને રાહત થઈ છે અને હવે તેમના પૈસા બેંકમાં સુરક્ષિત રહેશે અને આ માટે સરકાર પોતે ગેંરટર રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.