બધાઇ હોનું સોંગ રીલીઝ,માણો નીના ગુપ્તાની શ્રીમંત વિધી,WATCH

બધાઇ હો મોટી ઉંમરે માતા પિતા બની રહેલાં યુગલ વિશેની ફિલ્મ
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 18:28:31 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 18:28:31 +0530

મુંબઇ

૧૦ ઓક્ટોબર એટલે કે બુધવારે મુંબઈમાં આયોજિત શ્રીમંતના ઈવેન્ટ બાદ બધાઈ હોના મેકર્સે  ફિલ્મનું એક ખાસ ગીત પણ રીલીઝ કર્યુ છે, જે શ્રીમંતની વીધી પર આધારીત છે. આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રા સ્ટારર આ ફિલ્મના ગીતના બોલ છે, સજન બડે સેંટી, જેમાં નીના ગુપ્તાની શ્રીમંતની વિધી દર્શાવવામાં આવી છે.

ગીતમાં આયુષ્માન અને સાન્યાના રોમેન્ટીક સીનો પણ છે.

ગીતમાં આયુષ્માન અને સાન્યાની મસ્તી અને લવસ્ટોરી પણ દર્શાવવામાં આવી છે. આ ગીતમાં દેવ નેગી અને હરજાત કૌરે પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે ગીતને કૌશિક-આકાશ ગુડ્ડુએ તૈયાર કર્યુ છે, જ્યારે લિરીક્સ વાયુના છે. આ ફિલ્મ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, તેનુ કારણ ફિલ્મનો વિષય છે. આ પહેલા રીલીઝ થયેલ ફિલ્મના ગીતોને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. ત્યારે નવા ગીતને પણ ફિલ્મની સ્ટોરી લાઈન સાથે જોડવામાં આવ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.