Wednesday,19 September 2018,08:57:37

માતા-પિતાના મોતના ચાર વર્ષ બાદ થયો બાળકનો જન્મ

માતા-પિતાના ફર્ટીલાઈઝ એમ્બ્રાયોની મદદથી સેરોગેટ માતાએ બાળકને જન્મ આપ્યો : દાદા-દાદીને મળ્યો વારસ
By: admin   PUBLISHED: Fri, 13 Apr 2018 17:14:01 +0530 | UPDATED: Fri, 13 Apr 2018 17:14:01 +0530

ચીનમાં સામે આવી અજીબો ગરીબ ઘટના

ચીનમાં એક સરોગેસી માતાએ એક બાળકને તેના માતા-પિતાના મોતના ચાર વર્ષ બાદ જન્મ આપ્યો છે. આ બાળકના માતા-પિતાનુ માર્ગ દુર્ઘટનામાં મોત થયુહતું.

વર્ષ ૨૦૧૩માં થયેલ આ દુર્ઘટના પહેલા દંપત્તિની પ્રજનન સંબંધિત સારવાર ચાલી રહી હતી. એ દંપત્તિના મોત બાદ તેના માતા-પિતાએ દંપત્તિના ફર્ટિલાઈઝ્‌ડ એમ્બ્રાયો મેળવવા માટે લાંબી કાયદાકીય લડાઈ લડી હતી. એમ્બ્રાયોને નનર્જિંગના પૂર્વ શહેરની એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

બાળકને લાઓસની એક સેરોગેસી માતાએ જન્મ આપ્યો છે. ચીનમાં સેરોગેસીને કાયદેસરની મંજુરી મળી નથી. તેથી આ પ્રકારે બાળક મેળવવાની ઇચ્છા ધરાવતા લોકોએ વિદેશમાં વિકલ્પ શોધવા પડે છે. બાળકના દાદા-દાદીએ  બાળકના ભ્રુણને ચીનની બહાર લઈ જવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

સેરોગેસી એક્સપર્ટ  અને દંપત્તિના માતા-પિતાની મદદ કરનાર સેરોગેસી માતા લીયુ બાઉજને જણાવ્યુ હતું કે પહેલા અમે વિચાર્યુ કે એમ્બ્રાયોને વિમાનથી મોકલીએ. પરંતુ કોઈપણ વિમાની કંપની આમ કરવા માટે તૈયાર થઈ નહીં. જેથી અમે બન્ને પરિવારોને એમ્બ્રાયોને રોડ માર્ગે લાઓસ મોકલવાનો નિર્ણય કર્યો.

પરિવાર માટે બીજો પડકાર બાળકને ચીનમાં પરત લાવવાનો હતો. કારણકે સેરોગેસીની મદદથી દેશ બહાર જન્મેલ બાળકોને પરત લાવતા ડીએનએ ટેસ્ટમાંથી પસાર થવુ પડે છે જેથી સાબિત કરી શકાય કે બાળકના માતા-પિતા ચીની નાગરીક હતા. સેરોગેસી માતાને ટુરીસ્ટ વીઝા પર ચીન લાવવામાં આવી અને તેણે ગુઆંજો હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ બાળકના દાદા-દાદી, નાના-નાનીના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.