૯૦ના દાયકાની સ્ટાઈલ પરત આવી રહી છે : ખુરાના

ફિલ્મોમાં મિડલ ક્લાસ પાત્રોના કારણે ફેશનેબલ પાસુ રજુ ન કરી શકવાનો અભિનેતા આયુષ્માનને અફસોસ
By: admin   PUBLISHED: Mon, 13 Nov 2017 14:22:18 +0530 | UPDATED: Mon, 13 Nov 2017 14:22:18 +0530

અભિનેતા આયુષ્માન ખુરાનાનુ માનવુ છે કે

અભિનેતા આયુષ્માન ખુરાનાનું કહેવુ છે કે, તેને ક્યારેય પણ ફિલ્મી પડદે પોતાની ફેશનવાળુ પાસુ જોવાની તક મળી નથી. જેના કારણે તે હજી પણ પોતાની ફિલ્મોમાં મિડલ ક્લાસવાળા રોલ જ ભજવી રહ્યો છે. આયુષ્માને જણાવ્યુ હતું કે, હું સ્ક્રિન પર ક્યારેય ફેશનેબલ બની શક્યો નથી. કારણકે મને જે પાત્રો ભજવવા મળ્યા તે મોટાભાગના રીયલ લાઈફના પાત્રો હતા, જેથી તેની સાથે ચેડા કરી શકાય નહીં. મેં મિડલ ક્લાસના પાત્રોવાળી ફિલ્મો કરી છે.

આયુષ્માને જણાવ્યુ હતું કે, આજ કારણ છે કે, હું ક્યારેય ફિલ્મોમાં એવુ પાત્ર ભજવી શક્યો નથી જેમાં મારો ફેશનેબલ પાર્ટ દેખાય. પરંતુ હું ખુશ છું કે ઓફસ્ક્રિન હું ફેશનેબલ રહી શકુ છું. એક ફેશન ઈવેન્ટ દરમિયાન આયુષ્માને જણાવ્યુ હતું કે, આજની ફિલ્મોમાં ૯૦ના દાયકાની ફેશન પરત ફરી રહી છે. ૯૦ના દાયકામાં કમરથી ઊંચી પેન્ટ, સ્ટાઈલિશ બુટ રજુ કરવામાં આવતા, જે અમે બાળપણમાં પહેરતા હતા. આજે બોલીવુડમાં તે જ સમય પરત ફરી રહ્યો છે. આજે પણ ૯૦ના દાયકા જેવા જ વસ્ત્રો અને અન્ય સામગ્રીનો ઉપયોગ થવા લાગ્યો છે, જેના પરથી કહી શકાય કે બોલીવુડમાં ૯૦ના દાયકાની ફેશન પરત ફરી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.