વિવાદ : હિન્દુ-મુસ્લિમના તર્ક શુ છે

હિન્દુ-મુસ્લિમ બંને પક્ષોની તર્કદાર દલીલો પર નિર્ણય મુશ્કેલ છે....
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 23:03:21 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 00:42:39 +0530

અલ્હાબાદ હાઇકોર્ટમાં સંપત્તિ પર માલિકી હક રામ લલા વિરાજમાનનો દર્શાવવામાં આવ્યો હોવાની રજૂઆત હિન્દુ મહાસભા દ્વારા કરાઇ છે

અયોધ્યામાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદને લઇને વિવાદ અકબંધ રહ્યો છે. ૨.૭૭ એકરની કુલ જમીનને લઇને વિવાદ રહેલો છે. વિવાદાસ્પદ ભૂમિ પર કોનો કેટલો અધિકાર રહેલો છે તેને લઇને સુપ્રીમ કોર્ટમાં મામલો છે. શ્રેણીબદ્ધ રજૂઆત વિરોધમાં અને સમર્થનમાં કરવામાં આવી છે. હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ સમગ્ર મામલામાં હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી જુદી જુદી રજૂઆત કરવામાં આવી ચુકી છે. જે પૈકી હિન્દુ પક્ષકારોની રજૂઆત એ છે કે ભગવાન શ્રી રામ લલા વિરાજમાન છે.

હિન્દુ મહાસભા જેવા હિન્દુ પક્ષકારોનુ કહેવુ છે કે અલ્હાબાદ હાઇકોર્ટમાં સંપત્તિ પર માલિકીના અધિકાર રામ લલા વિરાજમાનનો દર્શાવવામાં આવ્યો છે. વિવાદાસ્પદ સ્થળ પર હિન્દુ મંદિર હતુ. જેને તોડીને  વિવાદાસ્પદ માળખુ તૈયાર કરવામાં આવ્યુ હત. આવી સ્થિતીમાં એક તૃતિયાશ જમીનના માલિકી અધિકાર હાઇકોર્ટમાં મુસ્લિમ પક્ષકારોને આપી શકાય નહીં.

વિવાદાસ્પદ સ્થળ પર હિન્દુ સમુદાયના લોકો તો વર્ષોથી પુજાપાઠ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં આ જગ્યાની વહેંચણી કેમ કરી શકાય છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પક્ષકારોનુ કહેવુ છે કે બાબરના આદેશ પર મીર બાકી તાશકંદીએ અયોધ્યામાં ૧૫૨૮માં ૧૫૦૦ વર્ગ ગજ જમીન પર મસ્જિદનુ નિર્માણ કરાવ્યુ હતુ. આને જ બાબરી મસ્જિદના નામથી ઓળખવામાં આવે છે. મસ્જિદ વક્ફની સંપત્તિ તરીકે છે. સાથે સાથે મુસ્લિમો ત્યાં નમાજ અદા કરે છે.

૨૨ અને ૨૩મી ડિસેમ્બર ૧૯૪૯ના દિવસે હિન્દુ સમુદાયના લોકોએ આ જ્ગ્યાએ મસ્જિદના માળખાની નીચે મુર્તિ મુકી દીધી હતી. ત્યારબાદ મુસ્લિમોને ત્યાંથી દુર કરી દેવામાં આવ્યા હતા.  મુસ્લિમ પાર્ટીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ૧૯૮૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો કોઇ ભાગ નથી.

આવી સ્થિતિમાં આ ચુકાદાને ફરી એકવાર ધ્યાનથી જોવાની જરૂર દેખાઈ રહી છે જેથી આ મામલાને પહેલા બંધારણીય બેંચને મોકલવાની રજૂઆત કરવામાં આવી હતી.અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે.  અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી.

૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.

નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો.૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે ખુબ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે આ ચુકાદો આપ્યો હતો.ન્યાયાધીશ સુધીર અગ્રવાલ, ન્યાયાધીશ એસયુ ખાન, ન્યાયાધીશ ડીવી શર્માની બેંચે ૨.૭૭ એકર જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરી હતી.

હાઇકોર્ટે પુરાત્વ વિભાગના  રિપોર્ટને આધાર તરીકે ગણાવીને આ ચુકાદો આપવામા ંઆવ્યો હતો. જેમાં ખોદકામ દરમિયાન વિવાદાસ્પદ સ્થળ પર મંદિરના પ્રમાણ મળ્યા હતા. સાથે સાથે ભગવાન રામના જન્મની માન્યતાને પણ સામેલ કરવામાં આવી હતી. કોર્ટે એ વખતે ચુકાદો આપતા કહ્યુ હતુ કે સાઢા ચાર સો વર્ષ જુની એક ઇમારતમાં ઐતિહાસિક તથ્યોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.