ઓસ્ટ્રેલિયામાં દર ૭માં બાળકની પોકેટમની ૧૨ હજાર રુપિયા

૪થી ૮ વર્ષની વયના બાળકો દર મહિને સરેરાશ ૨૫ ડોલર એટલે કે રુપિયા ૧,૭૫૦ પોકેટમની લે છેઃ સર્વે
By: admin   PUBLISHED: Wed, 12 Sep 2018 15:57:42 +0530 | UPDATED: Wed, 12 Sep 2018 15:57:42 +0530

ઓસ્ટ્રેલિયાના નાણાંકીય આયોજનનો સર્વે

ઘરની નાની-નાની વસ્તુઓ માટે મળતા રુપિયા સામાન્ય રીતે બાળકો માટે પોકેટમની હોય છે. ભારતના મધ્યમ વર્ગના કુટુંબ પ્રમાણે, દર મહિને ૫૦૦ કે ૧૦૦૦ રુપિયા પોકેટમની બાળકોને મળે છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આ રકમ ખૂબ જ વધુ છે. અહીં કિશોરો પોતાના માતા-પિતા પાસેથી દર મહિને સરેરાશ ૭૦.૬ ડોલર એટલે કે આશરે ૫ હજાર રુપિયા પોકેટમની લે છે.

આ સાથે જ દર સાત કિશોરોમાંના એકને માતા-પિતા પાસેથી ૧૭૧ ડોલર (૧૨ હજાર રુપિયા) પોકેટમની મળે છે.આ આંકડા ઓસ્ટ્રેલિયાના નાણાંકીય આયોજન એસોસીએશન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ એસોસીએશન દ્વારા ૧ હજાર પરિવારો પાસેથી માહિતી લીધા બાદ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માતા-પિતાનો સમાવેશ થાય છે જેઓ ૪થી ૧૮ વર્ષની વયના બાળકો ધરાવે છે.

એવુ પણ જાણળા મળ્યુ કે, ૪થી ૮ વર્ષની વયના બાળકો દર મહિને સરેરાશ ૨૫ ડોલર એટલે કે રુપિયા ૧,૭૫૦ લે છે. સર્વેમાં ભાગ લેતા ૩૮ ટકા માતા-પિતાએ પણ જણાવ્યુ કે, તેમના બાળકો આ પૈસામાંથી ઓનલાઈન વસ્તુઓની ખરીદીમાં વધુ રસ ધરાવે છે. આ ખરીદીમાં ગેમ્સ, એપ્લિકેશન્સ અને મૂવી ટિકિટનો સમાવેશ થાય છે. જોકે, એસોસીએશન દ્વારા જાહેર કરાયેલ વિગતમાં એવી પણ માહિતી સામે આવી છે કે ૧૫ ટકાથી વધુ બાળકો એવા છે જેમને પોતાના માતા-પિતા તરફથી પોકેટમની મળતી નથી. જેથી ૫માંથી બીજો કિશોર પોતાના ખર્ચ માટે નોકરી કે અન્ય કામ શરુ કરતા થયા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.