સેક્સના કારણે ઓસ્ટ્રેલિયાની આ પ્રજાતી લુપ્ત થવાના આરે

માર્સ્યુપાઈલ પ્રજાતીના પ્રાણીઓ દિવસમાં સતત ૧૪ કલાક સુધી સેક્સ માણતા રહે છે : વૈજ્ઞાનિકએ આપી ચેતવણી
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 20:48:57 +0530 | UPDATED: Wed, 16 May 2018 20:48:57 +0530

માર્સ્યુપાઈલનો લુપ્ત થતી પ્રજાતીમાં સમાવેશ

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા માર્સ્યુપાઈલ પ્રજાતીના બે નરના લાંબા સેક્સ સેશન બાદ મોત થયા છે. સામે આવેલ રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ આ પ્રજાતીને હવે લુપ્ત થવાની અણી પર ઉભેલ પ્રજાતીઓની યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. વૈજ્ઞાનિકોનો ઉદેશ્ય છે કે આગામી સમય માટે આ પ્રજાતીના જીવોને બચાવીને રાખવા. ૨૦૧૩માં પ્રથમ વખત આ પ્રજાતીના જીવોની શોધ થઈ હતી.

કાળી પુંછડી અને ભુરા રંગનુ શરીર ધરાવતા આ જીવોની ખાસીયત એ છે કે તેઓ સેક્સેમાં વધારે પડતો રસ ધરાવે છે.સેક્સના અતિરેકના કારણે કેટીલક વખતે તેમણે પોતાની જીવ પણ ગુમાવવો પડે છે. જેથી વૈજ્ઞાનિકો તેમની સેક્સ કરવાની પ્રવૃતીને સુસાઈડ સાથે શરખાવે છે. આ પ્રજાતીના જીવો પાસે દિવસમાં સતત ૧૪ કલાક સુધી સેક્સ કરવાની ક્ષમતા હોય છે.

ક્વીંસલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એન્ડ્ર્‌યુ બેકરનુ કહેવુ છે કે સેક્સ માટે તેમની ભુખ હદ કરતા વધારે હોય છે. જેથી તેઓ હમેંશા એક પાર્ટનર બાદ બીજા પાર્ટનરની શોધમાં રહે છે. આ સમગ્ર પ્રક્રીયા ખુબજ થકવી દેનારી હોય છે અને તેની ખરાબ અસર તેમના પર પડે છે. કેટલીક વખત સતત સેક્સ કરવાના કારણે તેમના શરીર પર ગંભીર ઈજાઓ થતી હોય છે તેમ છતાં તેઓ નવા પાર્ટનરની શોધ યથાવત રાખે છે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે વધુ પ્રમાણમાં સેક્સ કરવાના કારણે તેમના શરીરમાંથી વધારે પડતી માત્રામાં હોર્મોન્સ નિકફ્રતો રહે છે. એક સમય બાદ તેઓ પોતાની જાતને સેક્સ વગર રોકી શકતા નથી અને કેટલીક વખત વધારે પડતા સેક્સના કારણે તેમનો જીવ પણ જાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.