અટલ બિહારી વાજપેયી કોઈ એક પક્ષના નહીં સમગ્ર દેશના નેતા હતા

અસ્વસ્થ હોવા છતા અટલજીની હાજરી દેશ માટે મહત્વની
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 16:00:12 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 18:48:17 +0530

ભારતમાં સફળ ગઠબંધનની રાજનીતિનો સિદ્ધાંત અટલજીએ આપેલ ભેટ છે, સૌને સાથે લઈને ચાલવાની તેમની આવડત ઘુણ બધુ શીખવી જાય છે

છોટે મન સે કોઈ બડા નહીં હોતા, તુટે મન સે કોઈ ખડા નહીં હોતા...પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આ કવિતા છે. જેમાં વ્યક્તિની મહાનતા, સંકલ્પ, પ્રેરણા, ઉદારતા અને દેશને જોડીને રાખવાની ભાવના પ્રગટ થાય છે. ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ૯૩ વર્ષના છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અસ્વસ્થ છે. તેમ છતા તેમની હાજરી દેશ માટે મહત્વપૂર્ણ છે. તબિયત લથડતા અટલ બિહારી વાજપેયીને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ૧૮ ડોક્ટરોની એક ટીમ અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.

સુત્રોનુ કહેવુ છે કે, તબીબો કોઈપણ પ્રકારનુ જોખમ લેવા માંગતા નથી. જેથી દરેક પ્રકારે અટલજીની તપાસ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી, લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ અટલજીની ખબર કાઢવા હોસ્પિટલ ગયા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અટલજીની મુલાકાત લીધી હતી. અટલજી આજે પોતે મૌન છે પરંતુ તેમના ભાષણો અને કવિતાઓ આજે પણ દુનિયામાં ગુંજી રહી છે.

આ સમયની જ મહાનતા છે કે દેશના સૌથી મોટા વક્તા અને જેની હાજર જવાબીના ઉદાહરણ અપાતા હતા, જેનો દરેક શબ્દ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતો હતો તે જ આજે કંઈપણ બોલવા અસમર્થ છે. પરંતુ તેમનુ જીવન ચરિત્ર આજે પણ દેશને પ્રેરણા આપી રહ્યુ છે. અટલજી વાજપેયીમાં એવા અનેક ગુણો હતા જેમાંથી આજની યુવા પેઢી ઘણુ શીખી શકે છે.

અટલજીએ ભારતના રાજકારણમાં એક નવા યુગની શરુઆત કરી હતી. ભારતમાં પ્રથમ ગઠબંધન સરકાર તેમણે આપી હતી. ૨૦થી વધુ પાર્ટીનુ ગઠબંધન બનાવીને તેમણે સફળતાપૂર્વક સરકાર ચલાવી બતાવી હતી. સૌને સાથે લઈને ચાલવાની તેમની આ આવડત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ઘણી કામ આવી શકે તેમ છે. તેમણે સમગ્ર દુનિયાને એ બતાવી દીધુ કે માત્ર સિદ્ધાંતોના આધાર પર ગઠબંધનની રાજનીતિ કઈ રીતે સફળ થઈ શકે.

અટલ બિહારી વાજપેયી ૫૦ કરતા વધુ વર્ષો સુધી સક્રિય રાજકારણમાં રહ્યા પરંતુ વિરોધીઓ પણ તેમની સામે ક્યારેય આંગળી ચીંધી શક્યા નહીં, જે ઘણી મોટી વાત કહી શકાય. દેશના યુવા નેતાઓએ આજે અટલજી પાસેથી આ પ્રેરણા લેવાની જરુર છે.

 અટલજી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ સરકાર તેમનુ સન્માન કરતી અને જ્યારે તેઓ સરકારમાં આવ્યા ત્યારે વિપક્ષ તેમનુ સન્માન કરતુ. તેઓ કોઈ એક પાર્ટીના નહીં પણ સમગ્ર દેશના નેતા હતા અને આ વાત અનેક વકત સાબિત પણ થઈ ચુકી છે.

૧૯૯૩માં જીનેવામાં માનવ અધિકાર સંમેલનનુ આયોજન કરાયુ હતું. ત્યારે પીવી નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન હતા અને અટલજી વિપક્ષમાં હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવા માટે નરસિમ્હા રાવે અટલજીને મોકલ્યા હતા. સમગ્ર દુનિયા આ નિર્ણયથી ચોંકી ઉઠી હતી.

૧૯૭૭માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની ત્યારે અટલજી વિદેશમંત્રી હતા. ત્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દીમાં ભાષણ આપીને એક નવી પ્રથાનો પ્રારંભ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મંચ પર અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં ભાષણ આપનાર અટલજી પ્રથમ નેતા હતા.

અટલજી ૧૯૫૭માં પ્રથમ વખત સાંસદ બન્યા હતા ત્યારે નહેરુ દેશના વડાપ્રધાન હતા. એવુ મનાઈ છે કે અટલજીની ભાષણ શૈલીથી નહેરુ એટલા પ્રભાવિત હતા કે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે આ યુવક એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.