Wednesday,19 September 2018,08:15:10

શ્રીલંકા-બાંગ્લાદેશ મેચથી આજથી એશિયા કપનો પ્રારંભ

કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમના પ્રદર્શન પર તમામની નજર : ક્રિકેટપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:34:15 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:34:15 +0530

તમામની નજર રહેશે ભારત-પાકની મેચ પર

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં ભલે આવતીકાલથી શરુ થનાર છ દેશોના એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની ચમક ફીકી પડી ગઈ હોય, પરંતુ સૌથી રોમાંચક  મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જામવાનો છે. ભારત અને પાકિસ્તાનની મેચ પર સમગ્ર દુનિયાની નજર રહેશે. બન્ને ટીમો વચ્ચે બે મેચ નક્કી છે પરંતુ જો બન્ને ટીમો ફાઈનલમાં પહોંચે છે તો ત્રણ મુકાબલાની શક્યતા છે.

ટૂર્નામેન્ટની શરુઆત આવતીકાલથી બાંગ્લાદેશ અને શ્રીલંકા મેચથી થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ લીગમાં એક મેચ રમાશે, જ્યારે બીજી સુપર-૪ શ્રેણીમાં રમાશે. પરંતુ આયોજક, પ્રસારણ અને સમર્થક ૨૮ સપ્ટેમ્બરે થનાર ફાઈનલમાં પણ આ બન્ને ટીમોની પહોંચવાની આશા રાખશે.

જોકે કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ કેવુ પ્રદર્શન કરે છે તેના પર પણ તમામની નજર રહેશે. ટીમ પોતાના અભિયાનની શરુઆત ૧૮ સપ્ટેમ્બરે હોંગકોંગ સામેની મેચથી શરુ કરશે, ત્યારબાદ ભારતની પાકિસ્તાન સાથે ટક્કર થશે. કોહલીને ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ આરામ આપવામાં આવ્યો છે, જેમાં ભારતને ટેસ્ટ શ્રેણીમાં ૧-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા સફેદ બોલનો શાનદાર ખેલાડી રહ્યો છે, અને કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન તેને સોંપવામાં આવી છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.