જેટલીએ પીએમ મોદી સાથે ન મિલાવ્યો હાથ, કર્યા પ્રણામ

મોદીએ નવા ઉપસભાપતિ પદ હરિવંશસિંહને શુભકામના પાઠવ્યા બાદ તેમણે જેટલી તરફ હાથ આગળ વધાર્યો હતો
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 21:57:07 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 21:57:07 +0530

૩ મહિનાના લાંબાગાળા બાદ સંસદ પહોંચેલ

રાજ્યસભા માટે ગુરુવારનો દિવસ ખૂબ જ મહત્વનો રહ્યો. એકબાજુ જ્યાં ઉપસભાપતિ ચુંટણીમાં એનડીએ સમર્થિત હરિવંશસિંહની જીત થઈ તો બીજીબાજુ આશરે ત્રણ મહિનાના લાંબાગાળા બાદ અરુણ જેટલી પ્રથમ વખત સંસદ પહોંચ્યા. અહીં એક અજીબો ગરીબ રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યુ હતું. જેડીયુ સાંસદ હરિવંશસિંહના ઉપસભાપતિ પસંદ થયા બાદ વડાપ્રધાન મોદી તેમને શુભકામના પાઠવવા તેમની પાસે પહોંચ્યા. સિંહ સાથે હાથ મિલાવ્યા બાદ પીએમ મોદીએ અરુણ જેટલીનુ સ્વાગત કરવા માટે તેમની તરફ હાથ વધાર્યો, પરંતુ જેટલીએ મોદી સાથે હાથ મિલાવવાનો ઈન્કાર કરી દીધો. 

કિડની ટ્રાંસપ્લાન્ટ ઓપરેશન બાદ પણ અરુણ જેટલી સંસદમાં પહેલી વખત આવ્યા હતા. વડાપ્રધાન મોદી હરિવંશસિંહની જીત બદલ તેમને અભિનંદન પાઠવવા માટે તેમની સીટ તરફ આગળ વધ્યા અને તેમણે હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ પરત ફરતા અરુણ જેટલી તરફ તેમણે પોતાનો હાથ આગળ કર્યો, પરંતુ જેટલીએ હસતા હસતા સંકેત આપ્યો કે તે હાથ મિલાવી નહીં શકે અને તેમણે માત્ર હાથ જોડી નમસ્કાર કરી દીધા.

જોકે આ દ્રશ્ય જોઈ પહેલા તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પરંતુ હકીકત એ છે કે તાજેતરમાં જ થયેલ કિડની ટ્રાંસપ્લાન્ટની સર્જરીના કારણે જેટલીને તેમની તબિયતનુ ખાસ ધ્યાન રાખવા તબીબોએ જણાવ્યુ છે. તબીબની સલાહ છે કે તે લોકોને ઓછામાં ઓછુ મળે. જોકે વડાપ્રધાન મોદી અને જેટલી વચ્ચેના આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે અને પીએમ મોદીની લોકો ફીરકી લઈ રહ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.